For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્દિક-રોહિતના ફેન્સ વચ્ચે મારામારી, વીડિયો વાઇરલ

01:27 PM Mar 26, 2024 IST | Bhumika
હાર્દિક રોહિતના ફેન્સ વચ્ચે મારામારી  વીડિયો વાઇરલ
  • અમદાવાદમાં મુંબઇ ઇન્ડિયન્સ-ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ દરમ્યાનની ઘટના

IPL 2024ની 5મી મેચ રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ગુજરાતના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીટીએ મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. મેચ દરમિયાન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા.

Advertisement

રોહિત મુંબઈના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમવા મેદાનમાં આવ્યો હતો, તેથી બધાની નજર આ બંને પર હતી. મેચ દરમિયાન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ફેન્સ વચ્ચે મારામારી થઈ હતી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 8 સેક્ધડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે બંને ખેલાડીઓના ફેન્સ એકબીજા સાથે ઝઘડતા જોવા મળે છે. ફેન્સે એકબીજાને ખરાબ રીતે માર્યા અને ખુરશીઓ પરથી પણ ફેંકી હતી. આ દરમિયાન મેચ જોવા આવેલા અન્ય દર્શકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement