ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બિહારના પટણા-ગયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 વેપારીઓના મોત

10:37 AM Sep 04, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

બિહારમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના આસપાસ પટના-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર આ અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં રાજેશ કુમાર (કુર્જી), સંજય કુમાર સિંહા (પટેલનગર), કમલ કિશોર, પ્રકાશ ચૌરસિયા અને સુનીલ કુમારનો સમાવેશ થાય છે.

પટનાથી એક માર્ગ અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવાનોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે બધા ઉદ્યોગપતિ હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે પુરપાટ ઝડપે આવતી કારે પાછળથી ટ્રકને ટક્કર મારી. કારમાં સવાર તમામ વેપારીઓના ઘટનાસ્થળે જ મોત થયા. આ અકસ્માત પટના-ગયા ચાર રસ્તા પર થયો હતો.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત બુધવારે મોડી રાત્રે પારસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સુઇથા વળાંક પાસે થયો હતો. પુરપાટ ઝડપે આવતી કારે પાછળથી આગળ જઈ રહેલી ટ્રકને ટક્કર મારી હતી. આ ઘટનામાં પાંચ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મૃતકોની ઓળખ

રાજેશ કુમાર

સુનીલ કુમાર

કમલ કિશોર

પ્રકાશ ચૌરસિયા

સંજય કુમાર

બધા મૃતકો પટનાના કુર્જી અને પટેલ નગર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. જ્યારે અકસ્માતનો ભોગ બનેલી કાર રાજધાનીના પટેલ નગરમાં ગાંધી મૂર્તિના રહેવાસી સંજય કુમાર સિંહાની હોવાનું કહેવાય છે. કારનો નંબર BR 01HK 271 7 જણાવવામાં આવી રહ્યો છે.

પટણા પરત ફરતી વખતે અકસ્માત થયો

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે બધા વેપારીઓ ફતુહાથી પટણા પરત ફરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમની કારની ગતિ ખૂબ જ વધારે હતી. અકસ્માત પછી, કાર સીધી ટ્રક સાથે અથડાઈ અને તેમાં ફસાઈ ગઈ. કાર લગભગ 50 મીટર સુધી ખેંચાઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચકનાચૂર થઈ ગઈ. પોલીસે જણાવ્યું - બધા વેપારીઓ જંતુનાશકો અને કૃષિ ઉત્પાદનોનો વ્યવસાય કરતા હતા.

મૃતકનો પરિવાર આઘાતમાં

બીજી તરફ, ઘટનાની માહિતી મળતાં, સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. બધા મૃતદેહ કારમાં ફસાઈ ગયા હતા. જેણે પણ આ દ્રશ્ય જોયું તેના રુંવાટા ઉભા થિયા ગયા હતાં. પોલીસે કારને કટરથી કાપીને તમામ મૃતદેહો બહાર કાઢ્યા. ત્યારબાદ તેમને પોસ્ટમોર્ટમ માટે PMCH મોકલવામાં આવ્યા. ઉપરાંત, મૃતકોના પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી. બધા મૃતકોના પરિવારના સભ્યો આઘાતમાં છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

Tags :
accidentBiharbihar newscar accidentdeathindiaindia newsPatna-Gaya highway
Advertisement
Next Article
Advertisement