બિહારના પટનામાં ભયંકર અકસ્માત: ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોત
બિહારના પટનામાં એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ માર્ગ અકસ્માત પટનાના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ, અનેક ઘાયલનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી.
પાંચ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બધા મૃતકો એક ઓટોમાં સવાર હતા. તમામ મુસાફરો ગંગામાં સ્નાન કરવા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોથી ભરેલી ઓટો જ્યારે અલ્ટ્રાટેક ફેક્ટરી પાસે પહોંચી ત્યારે અજાણ્યા વાહન સાથે સીધી ટક્કર થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઓટોની ટ્રક સાથે સીધી ટક્કર થઇ હતી.
ઓટો સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બીજાનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ ભયંકર અકસ્માતમાં પાંચ અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. મૃતકોમાં સાત મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઓટો અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ઓટો સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. ટક્કરનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. દરમિયાન, અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટના અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ દાનિયાવાન પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘાયલોને તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ફરાર ટ્રક ડ્રાઈવરની શોધ કરવામાં આવી રહી છે અને સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે.