મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક અને SUV વચ્ચે જોરદાર ટક્કર થતા 8 લોકોના મોત, 13 ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશના સિધીના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે 39 પર આવેલા ઉપની ગામમાં એક ભયંક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રક અને મિની બસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની સારવાર જિલ્લા હોસ્પિટલ સિધી અને સંજય ગાંધી હોસ્પિટલ રીવા ખાતે ચાલી રહી છે.
આ અકસ્માત ગત રાત્રે લગભગ 2.30 વાગ્યાના અરસામાં થયો હતો. મળતી માહિતી મુજબ આખો પરિવાર ભરેલી એક મીની બસ બાળકના મુંડન પ્રસંગ માટે મૈહર જઈ રહી હતી તે દરમિયાન એક ટ્રક સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો સાહુ પરિવાર, દેવરી અને પાંડ્ર્ય બહારીના રહેવાસી હોવાનું કહેવાય છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. મીની બસમાં કુલ 21 લોકો હતા જેઓ મુંડન સમારોહ માટે માટીહાનીથી નીકળ્યા હતા.
અકસ્માતની માહિતી મળતાની સાથે જ કોતવાલી પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી રાહત કાર્ય શરૂ થયું. ઘાયલોને પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની ગંભીર સ્થિતિને જોતા તેમને રીવા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, કેટલાક ઘાયલોની સિધી હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ઝડપ અને બેદરકારી હોવાનું કહેવાય છે. પોલીસ હવે અકસ્માતનું કારણ શું? તે જાણવાનો પ્રયાસ કરી રહી છે અને મામલાની તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મિની બસમાં 21 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેઓ ટાન્સર થવા જઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા જ તેમની સાથે આટલો મોટો અકસ્માત થઈ ગયો.