For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મધ્યપ્રદેશના દમોહમાં ભયંકર અકસ્માત: બોલેરો પુલ પરથી નદીમાં ખાબકી, 8 લોકોના મોત

02:28 PM Apr 22, 2025 IST | Bhumika
મધ્યપ્રદેશના દમોહમાં ભયંકર અકસ્માત  બોલેરો પુલ પરથી નદીમાં ખાબકી  8 લોકોના મોત

Advertisement

મધ્યપ્રદેશના દમોહમાંથી એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મહાદેવ ઘાટ પુલ પર પુરપાટ ઝડપે જઈ રહેલી એક બોલેરો જીપે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. અને બોલેરો જીપ પલટી ખાઈને પુલ પરથી નીચે ખાબકી હતી.આ દુર્ઘટનામાં વાહનમાં સવાર આઠ લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે જબલપુર મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ અકસ્માત દમોહ જિલ્લાના નોહટા પોલીસ સ્ટેશન વિસ્તારના બનવાર ચોકી પાસે મહાદેવ પુલ ઘાટ પાસે થયો હતો. મળતી માહિતી મુજબ, બોલેરો પુલ પરથી પડી ગઈ હતી, જેના કારણે જીપમાં સવાર લગભગ 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Advertisement

કહેવામાં આવી રહ્યું છે કે વાહન ખૂબ જ ઝડપે આવી રહ્યું હતું. જ્યારે વાહન મહાદેવ પુલ ઘાટ પાસે પહોંચ્યું, ત્યારે ડ્રાઇવર વાહન પર કાબુ રાખી શક્યો નહીં અને બોલેરો જીપ પુલ નીચે સૂકી નદીમાં પડી ગઈ.અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પુલ પરથી પડી ગયેલી બોલેરો જીપ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ છે.

બોલેરો જીપ પલટીને પડી, જેના લીધે ચારેય પૈડા ઉપર હતા અને મુસાફરો તેની નીચે દબાઈ ગયા. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. સ્થાનિકલૂને આ સ્કામાંતની જાણ થતાં જ તેઓને તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી અને પોતે ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે અને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા લોકો જબલપુર જિલ્લાના રહેવાસી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement