For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હરિયાણામાં ‘ફટા પોસ્ટર, નીકલા હીરો’

03:58 PM Mar 12, 2024 IST | Bhumika
હરિયાણામાં ‘ફટા પોસ્ટર  નીકલા હીરો’
  • લોકસભાની ચૂંટણીમાં દુષ્યંત ચૌટાલાના જેજેપીથી છૂટકારો મેળવવા ખટ્ટરે રાજીનામું આપ્યું, એ પછી નવા મુખ્યમંત્રી બન્યા નાયબસિંહ સૈની: ભાજપની જબરી ગેમ

હરિયાણામાં આજે ઝડપી રાજકીય ઘટનાક્રમો બન્યા છે. ભાજપના મનોહરલાલ ખટ્ટર સરકારમાં દુષ્યંત ચૌટાલા અને તેમના જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ભાગીદાર છે. લોકસભાની ચુંટણી માટે ભાજપ અન્ય રાજયોમાં નવા સહયોગીપક્ષો શોધી રહ્યો છે અથવા એનડીએના જુના સાથીઓને ફરી પાંખમાં લઇ રહ્યો છે ત્યારે હરિયાણામાં તે અકળ કારણોસર અથવા સીટોની ખેંચતાણ ટાળવા સહયોગી જેજેપીથી છુટકારો મેળવવા માગતો હતો. હરિયાણામાં લોકસભા પછી તરત વર્ષના આખર સુધીમાં વિધાનસભાની ચુંટણીઓ યોજવાની છે તે જોતાં સત્તાવિરોધી લહેર ટાળવા પક્ષના મોવડીમંડળે ચૌટાલાને બહાર કરવા ખટ્ટર સરકારનું રાજીનામું દેવડાવ્યું અને એ પછી ખુદ ખટ્ટરનું પતુ કાપી પ્રદેશ ભાજપ અધ્યક્ષ નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા છે. ખટ્ટરના રાજીનામાના કલાકોમાં વિધાનસભા પક્ષની બેઠક બોલાવી તેમની મુખ્યમંત્રી તરીકે વરણી કરાઇ હતી. સવારે એવી અટકળ હતી કે જેજેપીનો ગાળીયો દુર કરાયા પછી ખટ્ટર અપક્ષોના ટેકાથી ફરી એકવાર સરકાર રચશે. પરંતુ મોવડી મંડળે ખટ્ટરની ખુરસી ખેંચી લઇને સૌને ચોંકાવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે જ ગુરૂગ્રામમાં દ્વારિકા એકસપ્રેસ વેનું ઉદઘાટન કર્યું હતું અને જાહેરમાં જુના દિવસો યાદ કરી કહ્યું હતું કે તે ખટ્ટરના મોટરસાઇકલ પાછળ બેસી પ્રચાર-પ્રસાર કરતા હતા. પક્ષના નિરીક્ષકો અર્જુન મુંડા અને તરૂણ ચુગની ઉપસ્થિતિમાં હરિયાણા ભાજપ વિધાનસભા પક્ષે નવા મુખ્યમંત્રી ચુંટી કાઢયા હતા અને સાંજે જ નવા પ્રધાન મંડળની શપથવિધિ યોજાઇ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement