ફાસ્ટટેગ KYCની મુદત એક માસ લંબાવાઇ
નેશનલ હાઇવે ઓથોરિટીએ 29 ફેબ્રુ. સુધી મુદત વધારી
ફાસ્ટેગને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ ફાસ્ટેગ યુઝર છો તો NHAIએ રાહત આપી છે. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગ KYCઅપડેટ કરવાની તારીખ લંબાવી છે. NHAIએ ફાસ્ટેગ કેવાયસીની સમયમર્યાદા એક મહિના સુધી લંબાવી છે. KYCપૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી.NHAI માર્ગદર્શિકા અનુસાર, બેંકોને 31 જાન્યુઆરી, 2024 પછી KYCવિના ફાસ્ટેગને નિષ્ક્રિય કરવા માટે કહેવામાં આવ્યું હતું. એટલે કે, જો તમે 31 જાન્યુઆરી પછી પણ KYCનહીં કરાવો તો તમારું ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે. તમને જણાવી દઈએ કે હવે તમે 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકો છો.
તમે fastag.ihmcl.com દ્વારા fastag KYCઅપડેટ કરી શકો છો. અહીં તમારે મોબાઈલ નંબર દ્વારા લોગઈન કરવાનું રહેશે. તેને ખોલ્યા પછી, તમને KYCઅપડેટનો વિકલ્પ દેખાશે, ત્યારબાદ તમારે તમારું ઙઅગ અથવા આધાર કાર્ડ અપલોડ કરવું પડશે. આ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ, ઓળખ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને તમારા વાહનનું નોંધણી પ્રમાણપત્ર (છઈ) જરૂરી રહેશે.