For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PAYTMથી ફાસ્ટટેગ રિચાર્જ નહીં થઇ શકે: 2 કરોડ યુઝર્સને અસર

05:25 PM Feb 16, 2024 IST | Bhumika
paytmથી ફાસ્ટટેગ રિચાર્જ નહીં થઇ શકે  2 કરોડ યુઝર્સને અસર

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAIના રોડ ટોલિંગ ઓથોરિટી દ્વારા ફાસ્ટેગ યુઝર્સ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ઓથોરિટીએ હાઈવે પર મુસાફરી કરતા ડ્રાઈવરોને અધિકૃત બેંકમાંથીFASTAG ખરીદવાની સલાહ આપી છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક ફાસ્ટેગ જારી કરવા માટે અધિકૃત બેંક નથી. રોડ ટોલિંગ ઓથોરિટીએ 32 અધિકૃત બેંકોની યાદી બહાર પાડી છે, તેમાંPAYTM પેમેન્ટ્સ બેંકનું નામ નથી. સોશિયલ મીડિયા હેન્ડલ પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે.

Advertisement

જેમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેગ સાથે કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરો. તમારો ફાસ્ટેગ નીચે દર્શાવેલ બેંકોમાંથી જ ખરીદો. આ યાદીમાં કેટલીક 32 બેંકોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંPAYTM નથી. જેમાં ઇંઉઋઈ બેંક, ઈંઈઈંઈઈં બેંક, જઇઈં, અડ્ઢશત બેંક સહિત 32 બેંકોના નામ આપવામાં આવ્યા છે.

પેટીએમ પેમેન્ટ્સ બેંક ફાસ્ટેગ જારી કરતી અધિકૃત બેંકોની યાદીમાંથી બહાર હોવાને કારણે, તેના અંદાજે 2 કરોડ યુઝર્સને અસર થશે. સાથે જ એ વાત પણ નક્કી છે કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમના ફાસ્ટેગને રિચાર્જ કરી શકાશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement