For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીના દરવાજે ખેડૂતોએ તાણ્યા ડેરા તંબૂ: સરકારની અગ્નિપરીક્ષા

11:24 AM Feb 13, 2024 IST | Bhumika
દિલ્હીના દરવાજે ખેડૂતોએ તાણ્યા ડેરા તંબૂ  સરકારની અગ્નિપરીક્ષા

પાટનગર સાથે જોડાયેલી તમામ રાજ્યોની સરહદે બેરિકેડિંગ: ડ્રોનથી નજર: અર્ધલશ્કરી દળો ખડકી દેવાયા

Advertisement

ખેડૂતોએ ફરી એકવાર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું બ્યુગલ ફૂંકી દીધું છે.. પંજાબ-હરિયાણા સહિત ઘણા રાજ્યોના ખેડૂતો દિલ્લી કૂચ કરવા આગળ વધી રહ્યા છે.. ખેડૂતોએ આ આંદોલનને ચલો દિલ્લી નામ આપ્યું છે પરંતુ હકીકતમાં આ આંદોલનને ખેડૂત આંદોલન 2.0 કહેવામાં આવી રહ્યું છે.

ચલો દિલ્લીના નામે શરૂૂ થયેલા ખેડૂતોના બીજા આંદોલનને પહોંચી વળવા માટે અને દિલ્લીમાં ખેડૂતોને પ્રવેશ ના આપવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. દિલ્લી પોલીસે દિલ્લીને અડીને આવેલી તમામ બોર્ડર પર સુરક્ષાની સાથે અનેક રસ્તાઓ પણ બંધ કરી દીધા છે..

Advertisement

દિલ્હીમાં હિંસા ન ફેલાય એ માટે સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે.. સિંઘુ બોર્ડરના નજીક કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય રસ્તાઓ પર સિમેન્ટના બેરિકેડિંગથી રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ પંજાબના ખેડુતો ટ્રેકટર ટ્રોલી સાથે નીકળી ચુકયા છે પણ તેમના પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

રાજધાની દિલ્લીમાં આંદોલનકારી ખેડૂતો પ્રવેશ ન કરે એ માટે કેન્દ્રીય સુરક્ષાદળની પણ મદદ લેવામાં આવી છે.સિંઘુ બોર્ડર પર છઅઋ, રાયોટ ક્ધટ્રોલ વેહિકલ, વજ્ર, ઈછઙઋ સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.. એટલું જ નહીં સિંઘુ બોર્ડર પર મહિલા પોલીસ અધિકારીઓને પણ મોટી માત્રામાં તૈનાત કરવામાં આવ્યા છે. આ દ્રશ્યો પરથી એટલું તો સ્પષ્ટ નક્કી થાય છેકે, સરકાર આંદોલનના નામે દેશની રાજધાનીમાં હિંસા ફેલાવવા માટે કોઈપણ પ્રકારનો મોકો આપવા માગતી નથી..

પંજાબ અને હરિયાણાના સૌથી વધુ ખેડૂતો દિલ્લી કૂચ કરવાની તૈયારીમાં છે એવામાં દિલ્લીની આસપાસના રાજ્યોમાં પણ આંદોલનને લઈને ખળભળાટ જોવા મળી રહ્યો છે.ખેડૂતોના આંદોલનને લઈને દિલ્લીમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે..પંજાબના 15 જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે.. દિલ્લીની તમામ બોર્ડર પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.. સોશ્યલ મીડિયા પર સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે..
એક તરફ દિલ્લીની પોલીસ અને સુરક્ષા દળ શહેરની બોર્ડર સીલ કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો દિલ્લી કૂચ માટે સતત આગળ વધી રહ્યા છે..આ દ્રશ્યો પંજાબના ફતેગઢ સાહિબના છે જ્યાં ખેડૂતો હાલ પહોંચી રહ્યા છે.
ઓલ ઈન્ડિયા ખેડૂત સભાએ પણ ખેડૂતોના આ આંદોલનથી દૂરી બનાવી છે, જોકે, સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ આગામી 16 ફેબ્રુઆરી રાષ્ટ્રવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ખેડૂતો અને મજૂરો હડતાળ કરશે અને કામકાજ બંધ રાખશે.

સરકારની આંદોલનકારીઓ સાથે વાતચીત: MSP મુદ્દે મડાગાંઠથી સમજૂતી ન થઇ

દિલ્હી સુધી કૂચ કરવા પર મક્કમ રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ઘણી માંગણીઓ પર સહમતિ સધાઈ હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, MSP ની ગેરંટી મુદ્દે મામલો અટવાયેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા એમએસપી મુદ્દે હાઈ પાવર કમિટી બનાવવાની વાત ચાલી રહી છે. ખેડૂત આ માટે તૈયાર નથી. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે કિચડીગઢમાં ખેડૂત નેતાઓના પ્રતિનિધિઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં સરકાર અને ખેડૂતો ઘણા મુદ્દાઓ પર એકબીજા સાથે સહમત થયા છે.ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી બેઠકમાં એમએસપીની ગેરંટીનો મુદ્દો અટવાયેલો છે, સરકારે એમએસપી મુદ્દે હાઈ પાવર કમિટી બનાવવાનું અને તેમાં ખેડૂત આગેવાનોને સામેલ કરવાની ખાતરી આપી છે. પરંતુ ખેડૂતો તેનો ઈન્કાર કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકારે આ અંગે નક્કર જાહેરાત કરવી પડશે.મીટિંગ બાદ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું, ખેડૂત સંગઠનો સાથે ગંભીરતા સાથે વાતચીત થઇ. સરકાર હંમેશા ઇચ્છે છે કે વાતચીતના માધ્યમથી સમાધાન નીકળે..મોટાભાગના વિષયો પર અમે સહમતિ સુધી પહોંચ્યા પરંતુ કેટલાક વિષયો પર અમે સ્થાઇ સમાધાન માટે કમિટી બનાવવા કહ્યુંઅમે હજુ પણ માનીએ છીએ કે કોઇ પણ સમસ્યાનું સમાધાન વાતચીતથી થઇ શકે છે..અમને આશા છે કે આગળ વાતચીત દ્વારા અમે સમાધાન કાઢી લઇશું,

Advertisement
Tags :
Advertisement
Advertisement