ખેડૂતોની ફરી દિલ્હી ચલો કૂચ, ત્રણ રાજ્યોમાં ટેન્શન
શંભુ બોર્ડરે લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ક્લમ 163 લાગુ, 101 ખેડૂતોએ પગપાળા કૂચનો પ્રારંભ ર્ક્યો
ઉતરભારતમાં આજથી ફરી ખેડૂતોએ દિલ્હીચલો કૂચનો પ્રારંભ કરતા હરિયાણા-પંજાબ અને દિલ્હી સહિતના રાજ્યોમાં વાતાવરણ તંગ બન્યું છે. દિલ્હી અને હરિયાણા સરકારે આ આંદોલનને મંજુરી નહી આપવા છતા અને ક્લમ 163 લાદવા છતા ખેડૂતોએ કૂચ શરૂ કરતા બોર્ડર ઉપર અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે. જેના પગલે પંજાબ-હરિયાણાની શંભુ ખીમોરી બોર્ડરે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાનો પણ ભય છે.
ખેડૂત નેતાઓ સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલના નેતૃત્વમાં ખેડૂતો તેમના પદિલ્હી ચલોથ આંદોલનના ભાગરૂૂપે રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ શરૂ કરી છે. આ માર્ચ આજથી શંભુ બોર્ડરથી શરૂ થઇ છે. જેમાં લગભગ 101 ખેડૂતો જોડાયા છે. પોતાના નિર્ણય વિશે વાત કરતા પંઢેરે કહ્યું, પઅમે છેલ્લા આઠ મહિનાથી અહીં બેઠા છીએ. તેમણે કહ્યું કે ખેડૂતોના આંદોલનને ખાપ પંચાયતો અને હરિયાણાના વેપારી સમુદાય સહિત વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
ખેડૂતોએ તેમની 12 માંગણીઓ રજૂ કરી છે, જેમાં લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય મુખ્ય છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં પંઢેરે કહ્યું, પહરિયાણા વહીવટીતંત્રે અમારા પર શસ્ત્રો રાખવાનો આરોપ મૂક્યો છે, પરંતુ અમે શાંતિપૂર્ણ રીતે કૂચ કરીશું.
જવાબમાં, હરિયાણા સરકારે અંબાલામાં કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે, જાહેર સભાઓ અને સરઘસો પર પ્રતિબંધ મૂક્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળોની તૈનાત, ડ્રોન અને વોટર કેનન્સ જેવી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડૂતોની દિલ્હી કૂચને લઈને પોલીસે અંબાલામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. મોડી સાંજ સુધી આઈજી અંબાલા અને એસપી અંબાલા શંભુ બોર્ડરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતા, એસપી અંબાલાએ સ્પષ્ટ કર્યું કે કોઈને પણ કોઈપણ કિંમતે કાયદો હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ખેડૂતો દિલ્હી પોલીસની પરવાનગી હોય તો જ દિલ્હી જઈ શકે છે. એસપી અંબાલાએ પણ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં કાયદાનું ઉલ્લંઘન ન કરે.
ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે તેઓ તેમની કૂચ શાંતિપૂર્ણ રીતે યોજવા દે. પંઢેરે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમને વિરોધ કરવાના અમારા લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપે. કેન્દ્ર સરકાર સાથે ઘણા મહિનાઓથી અટકેલી વાતચીત બાદ આ પદયાત્રા થઈ રહી છે. પંઢેરે કહ્યું, પફેબ્રુઆરીમાં અમે કેન્દ્ર સાથે ચાર રાઉન્ડની વાટાઘાટો કરી હતી, પરંતુ 18 ફેબ્રુઆરીથી કોઈ વાતચીત થઈ નથી.થ તેમણે સરકારને તેમની ચિંતાઓને દૂર કરવા વાટાઘાટો ફરી શરૂૂ કરવા હાકલ કરી હતી.
ખેડૂત આંદોલનમાં ટીકેટનો SKM અને કિસાન યુનિયન નહીં જોડાય
સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂતોની દિલ્હી કૂચથી પોતાને દૂર રાખ્યા છે. ભારતીય કિસાન યુનિયન (ચધુની)ના ચીફ ગુરનામ સિંહ ચદુનીએ જણાવ્યું હતું કે, અમારો સંપર્ક કરવામાં આવ્યો ન હતો અને ન તો અમારી સલાહ લેવામાં આવી હતી, તેથી અત્યાર સુધી અમે કોઈપણ કૂચમાં ભાગ લેવાની કોઈ યોજના બનાવી નથી. અમે અગાઉ પણ સપોર્ટ પૂરો પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વસ્તુઓ સારી થઈ નહોતી. તેઓ પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે અને અમારી તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં. અખિલ ભારતીય કિસાન સભાના નેતા હન્નાન મોલ્લાનું કહેવું છે કે SKM આ વિરોધ માર્ચમાં સામેલ નથી.