ખેડૂતની ક્રૂર મજાક: 11 એકરમાં પાક નાશ પામ્યો, વળતર માત્ર 2.30 રૂપિયા
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ખેડૂતે ગઇકાલે દાવો કર્યો હતો કે કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન માટે રાજ્ય સરકાર તરફથી તેમને માત્ર 2.30 રૂૂપિયા વળતર મળ્યું છે. વાડા તાલુકાના શિલોત્તર ગામના મધુકર બાબુરાવ પાટીલે તેમના ડાંગરના ખેતરોને થયેલા વ્યાપક નુકસાન માટે વળતર માંગતી અરજી સબમિટ કરી.
પાટીલે કહ્યુ આ સિઝનમાં અવિરત વરસાદથી ડાંગરના પાકને ભારે અસર થઈ, જેના કારણે તે પાણીથી ભરાઈ ગયો અને સડી ગયો. પરાળી પણ કાળી થઈ ગઈ, જેના કારણે પ્રાણીઓ માટે ચારાની અછત સર્જાઈ અને સંકટ વધ્યું. આટલા મોટા નુકસાન છતાં, મારા બેંક ખાતામાં ફક્ત 2.30 રૂૂપિયા જમા થયા તે જોઈને મને આઘાત લાગ્યો. પાટીલ, તેમની પત્ની અને પુત્રીઓ સાથે, 11 એકર જમીનના માલિક છે. આજે મુંબઈમાં શિવસેના (UBT ) ના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં પણ પાટીલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ઠાકરેએ કહ્યુ પાલઘરના ખેડૂતોને પાક વીમા વળતર તરીકે માત્ર 2 રૂૂપિયા મળ્યા છે તે મજાક છે ઠાકરેએ સોમવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આગામી વર્ષે 30 જૂન સુધીમાં પૂર અને વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે લોન માફીનો નિર્ણય જાહેર કરીને તેમની મજાક ઉડાવી રહ્યા છે.