For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત

12:44 PM Jan 17, 2025 IST | Bhumika
21 જાન્યુઆરીથી ખેડૂતો દ્વારા ફરી દિલ્હી કૂચની જાહેરાત
અગાઉના ત્રણ પ્રયાસો બાદ વધુ એકવાર આયોજન: પ્રજાસત્તાક દિન પહેલાં તંગદિલીની વકી 
26 જાન્યુઆરી નજીક આવતા જ ખેડૂત વિરોધ ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યો છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢરે જણાવ્યું હતું કે 101 ખેડૂતોનું એક જૂથ 21 જાન્યુઆરીએ શંભુ બોર્ડર લાઇનથી દિલ્હી તરફની તેમની કૂચ ફરી શરૂૂ કરશે જેથી સરકાર પર પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી માટે દબાણ બનાવવામાં આવે.
અગાઉ, 101 ખેડૂતોના જૂથે ગયા વર્ષે 6 ડિસેમ્બર, 8 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે શંભુ બોર્ડરથી પગપાળા દિલ્હી જવા માટે ત્રણ પ્રયાસો કર્યા હતા.
હરિયાણામાં સુરક્ષાકર્મીઓએ તેમને આગળ વધવા દીધા ન હતા. વિરોધ કરી રહેલા ખેડૂતોની દિલ્હી તરફ કૂચની જાહેરાતના એક દિવસ પહેલા, બુધવારે 111 ખેડૂતોના એક જૂથે ઉપવાસ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ સાથે એકતામાં હરિયાણા તરફ ખનૌરી નજીક સરહદથી આમરણાંત ઉપવાસ શરૂૂ કર્યા. તમને જણાવી દઈએ કે દલ્લેવાલના આમરણાંત ઉપવાસનો આ 52મો દિવસ છે.
પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ બોર્ડર પર પત્રકારો સાથે વાત કરતા કિસાન મજદૂર મોરચાના નેતા પંઢેરે છેલ્લા 11 મહિનાથી શંભુ અને ખનૌરીમાં છાવણી કરી રહેલા ખેડૂતોની માંગણીઓ ન સ્વીકારવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું, બંને ફોરમ (એસકેએમ-બિન-રાજકીય, કેએમએમ) એ આજે નિર્ણય લીધો કે 101 ખેડૂતોનું એક જૂથ 21 જાન્યુઆરીએ શંભુ બોર્ડરથી દિલ્હી તરફ તેમની કૂચ ફરી શરૂૂ કરશે.
તેમણે કહ્યું કે અમે જોયું છે અને અમને પણ લાગે છે કે સરકાર કોઈ વાતચીત માટે તૈયાર નથી. બંને મંચોએ આંદોલનને ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે 15 જાન્યુઆરીના રોજ, 111 ખેડૂતોના જૂથે તેમના નેતા દલ્લેવાલ સાથે એકતામાં આમરણાંત ઉપવાસ શરૂૂ કર્યા હતા અને જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી પીછેહઠ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ડલ્લેવાલ સાથે ખેડૂતોનું જૂથ પણ આમરણાંત ઉપવાસ પર
હરિયાણાની બોર્ડર પર નવો જાથા આમરણાંત ઉપવાસ પર બેઠો છે. દલ્લેવાલ ગયા વર્ષે 26 નવેમ્બરથી પંજાબ બાજુના ખનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર બેઠા છે. હરિયાણા પોલીસે તેની સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. તે પહેલાથી જ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 લાગુ કરી ચૂક્યું છે, જે હેઠળ પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ દલ્લેવાલની બગડતી તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તે કહે છે કે લાંબા સમય સુધી ઉપવાસને કારણે નેતાના ઘણા અંગો કામ કરવાનું બંધ કરી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement