ફેમસ યુટયુબર એલ્વિશ યાદવ પોપટ બની ગયો: સાપનું ઝેર લાવ્યાની કબૂલાત
સોશિયલ મીડિયા પર ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવ નોઈડા પોલીસની કસ્ટડીમાં છે. સાપના ઝેરની કથિત ખરીદી અને વેચાણના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન, તેણે આરોપની કબૂલાત પણ કરી હતી અને જણાવ્યું હતું કે તે પાર્ટીમાં સામેલ આરોપીઓને અગાઉ રેવ પાર્ટીઓમાં પણ મળ્યો હતો. તેના પર પાર્ટીઓમાં સાપ અને સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ હતો.
એલ્વિશ યાદવે કબૂલાત કરી હતી કે નવેમ્બરમાં ધરપકડ કરાયેલા આરોપી સાથે તેનો સંપર્ક અને ઓળખાણ હતી. નોઈડા પોલીસે 17 માર્ચની સાંજે એલ્વિશની ધરપકડ કરી હતી. થોડા મહિના પહેલા, તે એક રેવ પાર્ટીમાં જોવા મળ્યો હતો, જ્યાં તે તેના મિત્રો સાથે ડાન્સ-પાર્ટી કરી રહ્યો હતો, જેમાં કથિત રીતે તેના ગળા પર દુર્લભ સાપ વિંટાળેલા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું છે.નોઈડા પોલીસે એલ્વિશ યાદવ વિરુદ્ધ ગઉઙજ એક્ટની કલમ 29 હેઠળ કેસ નોંધ્યો છે. આ કાયદા હેઠળ, જ્યારે ડ્રગ સંબંધિત ષડયંત્ર સામેલ હોય અથવા ડ્રગની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત મામલો હોય ત્યારે કાર્યવાહી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, આ કાયદા હેઠળ દોષિત ઠરેલા દોષિત માટે જામીન મેળવવા સરળ નથી.
હાલ એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેણે ગયા વર્ષે 3 નવેમ્બરના રોજ નોઈડા સેક્ટર 51ના બેન્ક્વેટ હોલમાં સાપનું ઝેર આપ્યું હતું. ફોરેન્સિક ટીમે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ એલ્વિશ યાદવ અને અન્ય છ લોકો સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અને ઈંઙઈની કલમ 129(અ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એલ્વિશની અગાઉ પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ પોલીસે તેની ધરપકડ કરી ન હતી.