આસારામબાપુ કેસમાં બળાત્કાર પીડિતાના પિતાનો માફી માગતો ફેક વીડિયો વાઈરલ
- આ કેસમાં આસારામને 11 વર્ષની જેલની સજા પડી છે
ઉત્તર પ્રદેશમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ આસારામ બાપુ કેસની બળાત્કાર પીડિતાનો પિતા હોવાનું કહેવાય છે. જેમાં તે કહેતા જોવા મળી રહ્યા છે કે તેમની પુત્રીએ આસારામ પર ખોટા આરોપો લગાવ્યા છે. આ સાથે તે વ્યક્તિ માફી પણ માંગી રહ્યો છે. આ કેસમાં બળાત્કાર પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે 2013માં આસારામ બાપુએ તેના જોધપુર આશ્રમમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. તે સમયે તે 16 વર્ષની હતી. આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પરંતુ આ માફીનો વીડિયો વાયરલ થયા બાદ પીડિતાનો પરિવાર પરેશાન થઈ ગયો હતો. પોલીસે વીડિયોની તપાસ શરૂૂ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક વ્યક્તિ કહેતો જોવા મળી રહ્યો છે, ‘કૃપા કરીને અમને માફ કરો. મારી દીકરીએ ખોટા આરોપો લગાવ્યા છે.’ આ કેસમાં પોલીસનું કહેવું છે કે તેમને પીડિતાના પિતા તરફથી લેખિતમાં મળ્યું છે કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં નથી. વીડિયો વાયરલ કરવામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આસારામ બાપુ આ કેસમાં 11 વર્ષની જેલ ભોગવી ચૂક્યા છે. જો કે, આ સમયગાળા દરમિયાન તેણે કેસને ડિસમિસ કરાવવા અને જામીન મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા છે. આસારામ બાપુની 31 ઓગસ્ટ 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે.