ગાઝિયાબાદમાંથી 1.10 કરોડની નકલી દવા કબજે, એકની ધરપકડ
- એલઇડી બલ્બના કારખાનામાં બનતી હતી બ્રાન્ડેડ કંપનીની નકલી દવા
દિલ્હી નજીક ગાઝિયાબાદમાં એક ફેક્ટરી પર દરોડા દરમિયાન એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. અહીં આ કઊઉ બલ્બના કારખાનામાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એન્ટાસિડની નકલી દવાઓ બનાવીને બજારમાં વેચાતી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ ફેક્ટરી અને વેરહાઉસમાંથી 1 કરોડ 10 લાખ રૂૂપિયાની નકલી દવાઓ જપ્ત કરી છે.
પોલીસનું કહેવું છે કે આ ફેક્ટરીમાં બ્રાન્ડેડ દવાઓની નકલ કરીને નકલી દવાઓ બનાવવામાં આવતી હતી. આ તમામ દવાઓ ભારતમાં સૌથી વધુ વેચાય છે. મોટી વાત એ છે કે અહીં જે નકલી દવાઓ બનાવવામાં આવી રહી છે તે હૈદરાબાદ સુધી સપ્લાય કરવામાં આવતી હતી. દવા વિભાગની ટીમે લાખો રૂૂપિયાની નકલી દવાઓ બનાવવાના સાધનો તેમજ નકલી દવાઓ બનાવવા માટેનો કાચા માલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગાઝિયાબાદમાં દવા વિભાગને એક ફેક્ટરીમાં નકલી દવાઓ બનાવવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ 4 માર્ચથી એક મોટા સંયુક્ત ઓપરેશનના ભાગરૂૂપે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશન ગાઝિયાબાદ ડ્રગ્સ વિભાગ, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજેન્દ્ર નગર વિસ્તારમાં નકલી દવાની ફેક્ટરી ચાલતી પકડાઈ છે. વિજય ચૌહાણ નામનો વ્યક્તિ ફેક્ટરી ચલાવતો હતો, પોલીસે તેની ધરપકડ કરી છે.
ગેસ, સુગર અને બીપી જેવા રોગોમાં વપરાતી જાણીતી કંપનીઓની નકલી દવાઓનું ક્ધસાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી લાખો રૂૂપિયાનો કાચો માલ, મશીનો અને નકલી દવાઓ મળી આવી છે. તપાસ ટીમે 14 સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા છે. દવા વિભાગની ટીમે સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં નકલી દવાઓ બનાવવા, વેચવા અને છેતરપિંડીની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. તેમજ ફેક્ટરીના સંચાલક વિજય ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.
નકલી દવાઓનો કાચો માલ તેલંગાણા અને રૂૂરકીમાંથી મંગાવવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ નકલી દવાઓ હૈદરાબાદ અને અમૃતસરમાં પણ સપ્લાય કરવામાં આવી રહી હતી. જો કે સામાન્ય લોકો નકલી દવાઓને નજરથી ઓળખી શકતા નથી, પરંતુ દવાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દવાઓ ખરીદતી વખતે તેમણે બિલ લેવું જ પડશે.