શાસક યુતિ સાથે આવવા ફડણવીસની ખુલ્લી ઓફરથી મહારાષ્ટ્રના રાજકારણમાં વમળ સર્જાયા
મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, વર્ષ 2029 સુધી ભાજપ અને તેમનું ગઠબંધન વિપક્ષમાં જશે નહીં. તેમણે ઉદ્વવ શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેને ઈશારાથી સત્તા પક્ષમાં સામેલ થવા માટે ઓફર પણ આપી હતી.
ભાજપની આ પ્રકારની રણનીતિ BMCની ચૂંટણી પહેલા ઉદ્વવ જૂથ શિવસેનાની સ્થિતિને નબળી કરવાનો પ્રયાસ કહી શકાય. બીજી તરફ, ફડણવીસ સરકારમાં ભાગીદાર શિવસેનાના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભીમરાવ આંબેડકરના પૌત્ર આનંદરાવ આંબેડકરની રિપબ્લિકન સેના સાથે જોડાણ કરી જાહેર કર્યું છે કે તે પણ શાસક મહાયુતિનો ભાગ બનશે.
વિધાન પરિષદ સત્રમાં બોલતી વખતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ઓછોમાં ઓછા 2029 સુધીમાં અમારે વિપક્ષમાં જવાની કોઈ સંભાવના નથી. તેમણે જણાવ્યું કે, ઉદ્વવ ઈચ્છે તો આ તરફ આવવાને લઈને વિચારી શકે છે. બીજી તરફ, સંભવિત ગઠબંધનની અટકળો તેજ થઈ ગઈ છે.મુંબઈમાં BMCની ચૂંટણી થવાની છે, તેવા સમયે આ નિવેદન સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગત વખતે BMCમાં શિવસેના અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. હાલ તો BMC ઉદ્વવ ઠાકરે જૂથના નિયંત્રણમાં છે. ભાજપ ઈચ્છે કે, આ વખતે BMC પર કબજો મેળવવે અને તેના માટે તે કોઈપણ રાજકીય સમીકરણ તાકવમાં લાગી ગયા છે.
તાજેતરમાં જ ઉદ્વવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર જોવા મળ્યા હતા. 20 વર્ષ બાદ મળેલા બંને ભાઈઓએ મહારાષ્ટ્રમાં હિન્દી ભાષાને ફરજિયાત બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે, ઉદ્ધવની શિવસેના રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ ઉત્તર ભારતીયો સામેના વલણથી અનુકૂળ નથી. આવી સ્થિતિમાં બંને વચ્ચે ગઠબંધનની શક્યતા હજુ પણ અધૂરી છે.
તે જ સમયે, ભાજપ માટે ઉદ્ધવ સાથે આવવું સરળ રહેશે નહીં. કારણ કે એક તરફ શિંદે જૂથ પહેલાથી જ ભાજપ સાથે છે, તો બીજી તરફ ઉદ્ધવ જૂથનું પુનરાગમન સત્તા સમીકરણમાં તણાવ પેદા કરી શકે છે.