રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર સત્તારૂઢ: શિંદે-પવાર ડેપ્યુટી સીએમ

11:08 AM Dec 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ચૂંટણી પરિણામોના બારમા દિવસે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ, મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં શપથવિધિ: અજિત છઠ્ઠીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા

ચૂંટણી પરિણામો જાહેર થયાના 12માં દિવસે મહારાષ્ટ્રમાં આજે નવી સરકારની રચના થઈ રહી છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. પરંતુ, હજુ સુધી કેબિનેટને લઈને ચિત્ર સ્પષ્ટ થયું નથી. ટૂંક સમયમાં નામોની જાહેરાત થઈ શકે છે. જો કે આ વખતે અનોખી વાત એ છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેનાર નેતા તરીકે અજિત પવારના નામે એક નવો રેકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે.બીજી તરફ ગત સરકારના મુખ્યમંત્રી એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બનાવજઈ રહ્યા છે તેમણે છેલ્લી ઘડીએ ગૃહખાતુ માંગ્યુ છે, જે બાબતે ફડણવીશે ખાતરી આપી છે કે તે હાઈ કમાન્ડ સાથે વાત કરશે.

જો કે ડેપ્યુટી સીએમ બનાવવાની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. પરંતુ રાજકીય સમીકરણ ઉકેલવા માટે, શાસક પક્ષો સરકારમાં નંબર બે પદનો સંદેશો પહોંચાડવા માટે મધ્યમ માર્ગ શોધે છે
અને આ પદ કેબિનેટ મંત્રીના શપથ લેનારા વરિષ્ઠ નેતાને સોંપવામાં આવે છે. હાલમાં દેશના 14 રાજ્યોમાં 23 ડેપ્યુટી સીએમ છે. અનુગ્રહ નારાયણ સિંહાને દેશના પહેલા ડેપ્યુટી સીએમ માનવામાં આવે છે. અનુગ્રહ આઝાદી બાદથી જુલાઈ 1957 સુધી બિહારના ડેપ્યુટી સીએમ હતા. તેમના પછી 1967માં કર્પૂરી ઠાકુરને બિહારના બીજા ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા.

અજિત પવાર (65 વર્ષ) 2023થી મહાયુતિ સરકારમાં ડેપ્યુટી સીએમ છે. અગાઉ 2019 માં, તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા હતા અને 80 કલાકની ગઉઅ સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં તેમણે ગઉઅમાંથી સમર્થન પાછું ખેંચી લીધું અને મહાવિકાસ અઘાડીની ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા.

એટલું જ નહીં, અજિત પવારે ખુલ્લેઆમ મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી છે. અજિતે કહ્યું હતું કે મારે મુખ્યમંત્રી બનવું છે પરંતુ ડેપ્યુટી સીએમ પર જ ગાડી અટકી જાય તો શું કરવું. અજિત પવારની ગણતરી કડક અને કુશળ વહીવટકર્તા તરીકે થાય છે. કાકા શરદ પવારના આશ્રય હેઠળ તેમણે રાજકીય પદાર્પણ કર્યું હતું. જુલાઈ 2023 માં, તેમણે શરદ પવાર વિરુદ્ધ બળવો કર્યો અને મહાયુતિ સરકારનો ભાગ બન્યો.

મુખ્યમંત્રી બનવા અજિત પવારે મહત્ત્વકાંક્ષા છૂપી રાખી નથી

અજિત પવાર કોંગ્રેસના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ (નવેમ્બર 2010-સપ્ટેમ્બર 2012, ઓક્ટોબર 2012-સપ્ટેમ્બર 2014)ના કાર્યકાળ દરમિયાન બે વખત નાયબ મુખ્યમંત્રી પદ સંભાળી ચુક્યા છે. તેઓ 2019માં એનડીએ સરકારમાં ત્રીજી વખત ડેપ્યુટી સીએમ બન્યા હતા. ત્યારબાદ તેઓ વહેલી સવારે રાજભવન ગયા અને દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા. જો કે, આ સરકાર માત્ર 80 કલાક જ રહી. તે પછી, તેમણે ચોથી વખત પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારમાં શપથ લીધા. અજિત ડિસેમ્બર 2019-જૂન 2022 સુધી ડેપ્યુટી સીએમ રહ્યા. તે પછી, અજિત પવારે જુલાઈ 2023 માં પાંચમી વખત ડેપ્યુટી સીએમ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ શિવસેનાના સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારનો હિસ્સો બન્યા. હવે અજિત પવાર આજે છઠ્ઠી વખત ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીવાળી સરકારનો હિસ્સો હશે. અજિત પવારે કુલ 4 મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ડેપ્યુટી તરીકે કામ કર્યું છે. તેઓ ફડણવીસ સરકારમાં બીજી વખત ડેપ્યુટી સીએમ બનશે.

Tags :
Fadnavis governmentindiaindia newsMaharashtraMaharashtra newsMaharashtra politics
Advertisement
Next Article
Advertisement