મહિલાને આંખ મારવી, હાથ પકડવો એ ગુનો ગણાય: કોર્ટ
મુંબઇની અદાલતે યુવાનને દોષી ઠેરાવ્યો
મહિલાને આંખ મારવી કે હાથ પકડવો પણ ગુનો ગણાય છે. કોર્ટે એક કેસમાં આવો ચુકાદો જાહેર કર્યો છે. મુંબઈની એક અદાલતે 22 વર્ષનાં એક યુવકને એક મહિલાની આંખ મારવાનો અને તેનો હાથ પકડવાનો દોષી ઠેરવ્યો હતો જોકે કોર્ટે તેને સજા આપવાનો ઈન્કાર કરી દીધો હતો.મેજિસ્ટ્રેટ આરતી કુલકર્ણીએ કહ્યું કે આરોપી મોહમ્મદ કેફ ફકીર આજીવન કારાવાસનો અધિકારી હતો પરંતુ તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને તેની ઉંમર પણ નાની છે તેથી તેને સજા ન આપી શકાય. મહિલાને માનસિક પીડા અને ઉત્પીડનની અવગણના ન કરી શકાય પરંતુ મજબૂતને સજા આપવાથી તેની ભવિષ્ય અને સમાજમાં તેની અસર દેખાશે.
દક્ષિણ મુંબઈના બાયકુલા પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2022 માં ફરિયાદ અનુસાર, મહિલા એક સ્થાનિક દુકાનથી કરિયાણાનો સામાન મંગાવ્યો હતો.
અને એક માણસ લઈને તે ઘેર આવ્યો હતો. આ દરમિયાન તેણે મહિલા પાસે પાણીનો ગ્લાસ મંગાવ્યો હતો અને તે બહાને મહિલાના હાથનો ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને તેને આંખ મારી હતી પરંતુ મહિલાએ હોબાળો મચાવતાં તે ભાગી ગયો હતો અને પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તેણે ભૂલથી મહિલાના હાથને સ્પર્શ કર્યો હતો અને તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. કોર્ટે સ્વીકાર્યું કે ઘટના સમયે માત્ર પીડિતા અને આરોપી જ હાજર હતા, પરંતુ પુરાવા અને મહિલાનું નિવેદન આરોપીની સંડોવણી સાબિત કરવા માટે પૂરતું મજબૂત છે.