રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ વધી

05:22 PM Nov 18, 2024 IST | admin
Advertisement

ઓકટોબરમાં જેમ્સ અને જવેલરીની નિકાસમાં 9%નો વધારો

Advertisement

ભારતીય જેમ્સ અને જ્વેલરીની માંગ દેશમાં તેમજ વિદેશમાં પણ વધી રહી છે. ખાસ કરીને વિદેશી દેશોમાં ભારતીય જેમ્સ અને જ્વેલરીને ખૂબ પસંદ કરવામાં આવે છે. વિદેશમાં આ જેમ્સ એન્ડ જ્વેલરીને પસંદ કરવામાં આવી રહી છે તેના આધારે ઓક્ટોબર મહિનામાં તેની નિકાસમાં 9 ટકાનો વધારો થયો છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ૠઉંઊઙઈ) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અને રિપોર્ટ અનુસાર, ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ ઓક્ટોબરમાં 9.18 ટકા વધીને 2,998.04 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ રૂૂ. 25194 કરોડ સુધી પહોંચી છે. ૠઉંઊઙઈ કાઉન્સિલે જણાવ્યું હતું કે કટ અને પોલિશ્ડ હીરાની માંગમાં સુધારાને કારણે ગયા મહિને નિકાસમાં વધારો થયો છે. આ વર્ષે ઓક્ટોબરમાં ઈઙઉ (કટ અને પોલિશ્ડ ડાયમંડ)ની નિકાસ 11.32 ટકા વધીને ઞજ 1,403.59 મિલિયન (રૂૂ. 11,795.83 કરોડ) થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ ઓક્ટોબરમાં આ નિકાસ ઞજ 1,260.91 મિલિયન (રૂૂ. 10,495.06 કરોડ) હતી.

ૠઉંઊઙઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળામાં કુલ નિકાસ યુએસ 2,746.09 મિલિયન (રૂૂ. 22,857.16 કરોડ) હતી. ૠઉંઊઙઈના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, અમારા ઉદ્યોગ માટે આ એક આવકારદાયક રાહત છે, કારણ કે અમે ઓક્ટોબરમાં 9.18 ટકાની નિકાસ વૃદ્ધિનો અનુભવ કર્યો છે. ઓક્ટોબર 2023ની સરખામણીમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં 11.32 ટકાનો વધારો થયો છે.

અમે આશાવાદી છીએ કે આ વલણ ચાલુ રહેશે, ખાસ કરીને પશ્ચિમમાં તહેવારોની મોસમ નજીક આવી રહી છે, જે જેમ્સ અને જ્વેલરીની માંગમાં વધુ વધારો કરશે. વધુમાં, કાઉન્સિલ વર્તમાન બજારોમાં માંગને મજબૂત બનાવવા સાથે નવા બજારોમાં વિસ્તરણ કરવા માટે નક્કર પ્રયાસો કરી રહી છે.
તેમણે આશા વ્યક્ત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ જેમ્સ અને જ્વેલરીની વૈશ્વિક માંગમાં વધારો થશે.

ડેટા અનુસાર, સોનાની જ્વેલરીની નિકાસ પણ ઓક્ટોબર 2024માં 8.8 ટકા વધીને ઞજઉ 1,124.52 મિલિયન (રૂૂ. 9,449.37 કરોડ) થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં ઞજઉ 1,033.61 મિલિયન (રૂૂ. 8,603.33 કરોડ) હતી. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (ઈંઇઉંઅ) અનુસાર, 6 નવેમ્બરના રોજ 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 78,866 રૂૂપિયા હતી, જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી, જે 14 નવેમ્બર સુધીમાં ઘટીને 73,739 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી.

Tags :
Exports of cut and polished diamonds increasedindiaindia news
Advertisement
Next Article
Advertisement