For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોસ્ટેલમાં બોમ્બ બનાવતા સમયે વિસ્ફોટ, વિદ્યાર્થી ગંભીર

06:13 PM Dec 14, 2023 IST | Bhumika
હોસ્ટેલમાં બોમ્બ બનાવતા સમયે વિસ્ફોટ  વિદ્યાર્થી ગંભીર

અલ્હાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં બોમ્બ વિસ્ફોટના કારણે એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે વિદ્યાર્થી હોસ્ટેલમાં રસોઈ બનાવી રહ્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ ઘાયલ વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં હજુ સુધી જાણવા મળ્યું નથી કે વિદ્યાર્થી બોમ્બ કેમ બનાવી રહ્યો હતો. પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ ઘટના અંગે આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ (શિવકુટી) રાજેશ કુમાર યાદવે જણાવ્યું કે અલ્હાબાદ યુનિવર્સિટીના એમએનો વિદ્યાર્થી પ્રભાત યાદવ પીસી બેનર્જી હોસ્ટેલમાં પોતાના રૂૂમમાં બોમ્બ બનાવી રહ્યો હતો. પછી બોમ્બ વિસ્ફોટ થયો, તેના જમણા હાથને ગંભીર ઈજા થઈ.

Advertisement

ઘાયલ વિદ્યાર્થીને જછગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત નાજુક છે. આ ઘટનામાં અન્ય એક વિદ્યાર્થી પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement