For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દરેક યુવાનની અંદર છે બ્રહ્માંડ જેવી ક્ષમતા

11:09 AM Jul 05, 2025 IST | Bhumika
દરેક યુવાનની અંદર છે બ્રહ્માંડ જેવી ક્ષમતા

આજનો યુવાન માત્ર નોકરી શોધતો નથી, પરંતુ નોકરીઓને જ નિર્માણ કરે છે. તે નકલથી નહીં, પરંતુ એક નવી દિશા જ ઘડી બતાવે છે. સમાજના બનાવેલા રસ્તાઓ કરતાં કંઈક અલગ જ કરી બતાવનાર સાહસિક, ઉપરાંત પોતાના જ બનાવેલા રસ્તા પર ચાલનાર યુવાનો માટે શુભાંશુ શુક્લા એક જીવંત અને તાજેતરનું જ ઉદાહરણ છે. જેમણે અવકાશયાત્રા કરીને લાખો, કરોડો યુવાનોના હૃદયમાં પ્રેરણાભરી ઉડાન આપી છે.

Advertisement

સપનાઓ બધા જોતા હોય છે. હકીકતમાં ફેરવનાર બહુ ઓછા જોવા મળે છે. કારણ કે દરેક સપનાઓ પાછળ તપસ્યા જોઈએ, આત્મવિશ્વાસ અડીખમ જોઈએ, સતત વળગી રહેવા મહેનત જોઈએ, હકારાત્મક વલણ જોઈએ આવા તો અનેક અભિગમ જયારે આજના યુવાનો સપનાની પાછળ કામે લગાડે ત્યારે સપનાઓ સાકાર થતાં હોય છે. માત્ર કલ્પના જ નહીં, પરંતુ હકીકતમાં બદલવા જો પોતાના વિચારો શૂન્યને પાર જાય તો માણસ ઉંચેરું આભ પણ વટાવી શકે છે.

ગગનમાં વિહરતા તારલાઓને આંબવા માટે સૌથી પહેલું પગથિયું, પોતાની અંદર રહેલી શંકાઓને જીતવું થાય છે. આજની યુવાપેઢીનો સૌથી મોટો કોઈ દુશ્મન હોય તો તે છે આત્મશંકા. સફળતા મેળવવા આવી અનેક શંકાઓ સામે સંઘર્ષ કરવો પડે. માણસની અસલ યાત્રા તો અંદરથી જ શરુ થાય છે. શુભાંશુ શુકલા આજના યુવાનોને એ જ બતાવે છે. જો કોઈ પણ સીધો સાદો યુવાન પણ પોતાની અંદર વિશ્વાસની સાથે આગવી દિશા પેદા કરે તો તે વિશ્વ માટે અનેક ચમત્કારો સર્જી શકે છે.

Advertisement

આગળ વધવા માટે સૌ પ્રથમ પોતાની અંદર ઉતરવું પડે, વિશ્વાસનું ઊંડાણ માપવું પડે. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ જઈ શકે, ત્યાં સુધી અવિરત શક્યતાઓ છે.

આકાશ તરફ જોવું કે સૌંદય નિહાળવું મોટાભાગનાઓને ગમતું હોય છે. જયારે શુભાંશુ જેવા વ્યક્તિઓ આકાશને માત્ર જોતા નથી, તેઓ તેમની વચ્ચે જીવવાની તૈયારી કરતાં હોય છે. આવા લોકો જ ખરા સમયનું પ્રતિનિધિત્વ કરે છે. શુભાંશુ શુક્લા ભારતના નવા અવકાશયાત્રી છે, જેમણે ટેક્નોલોજી અને સંશોધનનાં આધારે વિશ્વમંચ પર પોતાનું આગવું સ્થાન પામ્યું છે. તેમનો અભ્યાસ માત્ર એરોનોટિક્સ અને સ્પેસ એન્જિનિયરીંગ જ નહીં, પરંતુ તેમણે પોતાના સપનાઓને ઉંચી ઉડાન પણ આપી.

દરેક યુવાને સ્વપ્ન જોવા જોઈએ. સ્વપ્નને હકીકતમાં બદલવા લગાતાર કોશિશ કરતાં રહો. સફળતા અને નિષ્ફળતા એ જીવનના બે અભિન્ન અંગ છે. જો સ્વપ્ન સાકાર કરવામાં નિષ્ફળતા મળે તો એમને વળગી રહો. જીવનમાં કેટલી વખત પડો છો એ નહીં, પરંતુ કેટલી વખત ફરી ઉભા થાવ છો એ નક્કી કરે છે કે તમે કોણ છો.
સપનાનું કદ નહીં, પરંતુ તમારામાં રહેલો આત્મવિશ્વાસ જ ભવિષ્યને નવો આકાર આપે છે.

યુવાનોને પ્રેરણા આપતા શુભાશું જણાવે છે, અવકાશ એ અંત નથી, એ તી હજુ એક શરૂૂઆત છે. તેમના જેવું બનવા તેમની નકલ નહીં, પરંતુ તેમના જેવા કે તેથી પણ વધુ સપનાઓ જોવા, અથાગ પ્રયત્નો કરવા અને પોતાની અંદરના વિશ્વાસને અડીખમ જ રાખવો. વિશ્વાસ એ જ એક એવું વહાણ છે, નસ્ત્રજે તમે ધારો તે દિશા તરફ આગેકૂચ કરીને વિશ્વભરમાં નવી ક્રાંતિ સર્જી શકે છે

આજે દરેક યુવાનો પાસે સ્માર્ટ મોબાઈલ તો આવી ગયા, પરંતુ કોઈ દિશા જ નથી. આવા માણસો પોતે જ એક જીવંત હાસ્યાસ્પદ ઉદાહરણ બની ગયા છે. જેમ કે, નસ્ત્રઊંચે ઉડવા ડેટાની સ્પીડથી નહીં, ધ્યેય, ધગશ અને મહેનતથી જવાય છે.સ્ત્રસ્ત્ર તમે ક્યાંથી આવો છો કોઈ ફર્ક નથી પડતો, પરંતુ તમે ક્યાં સુધી જઈ શકો છો તેના દ્વારા તમારું મૂલ્યાંકન નક્કી થાય છે. ટેક્નોલોજી માત્ર તમારું સાધન બને એ જ પર્યાપ્ત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement