For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાળુ શર્ટ પહેરો તોય ટ્રાફિક ભંગનો મેમો આવે

06:12 PM Feb 04, 2025 IST | Bhumika
કાળુ શર્ટ પહેરો તોય ટ્રાફિક ભંગનો મેમો આવે

ટેકનોલોજીની મદદથી ટ્રાફિક પોલીસનું કામ સરળ બન્યું છે. લોકોમાં નિયમો અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવી છે. પરંતુ, બીજી તરફ, આ ટેકનોલોજીના કારણે લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.કેટલાક એવા કિસ્સાઓ બન્યા છે જેમાં કોઈ ટ્રાફિક નિયમ તોડવામાં આવ્યો નથી. આમ છતાં, ચલણ જારી કરવામાં આવ્યું.
જો ડ્રાઇવરે કાળો શર્ટ કે ટી-શર્ટ પહેર્યો હોય તો તેને દંડ થઈ શકે છે. હકીકતમાં, રસ્તાઓ પર લગાવેલા કેમેરા કાળા શર્ટ કે ટી-શર્ટને યોગ્ય રીતે ઓળખી શકતા નથી. કેમેરા ખાતરી કરી શકતો નથી કે ડ્રાઇવરે સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં.

Advertisement

રસ્તા પર ઉભેલા ટ્રાફિક પોલીસ સમજે છે કે ડ્રાઇવરે કાળો શર્ટ અથવા ટી-શર્ટ પહેર્યો છે અને સીટ બેલ્ટ પણ બાંધ્યો છે. પરંતુ રસ્તા પર વાહનોની ગતિ માપતા કેમેરા તેને યોગ્ય રીતે ઓળખી શકતા નથી. આ કારણે, સીટ બેલ્ટ ન પહેરવા બદલ ડ્રાઇવરને ચલણ જારી કરવામાં આવે છે.

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ઈંઝ કંપનીમાં કામ કરતા કેશવ કિસલેને અઈં ટેકનોલોજીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એક દિવસ કેશવ તેની કારમાં બહાર ગયો અને ટ્રાફિક પોલીસના કેમેરાએ તેનો ફોટો લીધો અને ચલણ જારી કર્યું.
ચલણ આવ્યું કે કેશવે સીટબેલ્ટ પહેર્યો ન હતો.

Advertisement

આ ચલણની નકલ જોઈને કેશવ આશ્ચર્યચકિત થઈ ગયો. કેશવ કહે છે કે તે હંમેશા સીટ બેલ્ટ પહેરીને કાર ચલાવે છે. જે દિવસે સીટ બેલ્ટ ન પહેરવા બદલ ચલણ જારી કરવામાં આવ્યું હતું, તે દિવસે પણ તેણે સીટ બેલ્ટ પહેર્યો હતો. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે ચલણ કેવી રીતે જારી કરવામાં આવ્યું?

ચાલન આખરે રદ કરાયું
ખરેખર તે દિવસે કેશવે કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. ટી-શર્ટના કાળા રંગને કારણે, કેમેરા સીટ બેલ્ટ શોધી શક્યો નહીં. તેથી, સીટ બેલ્ટ ન પહેરવા બદલ કેશવ સામે ઓનલાઈન ચાલન જારી કરવામાં આવ્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર આ મુદ્દો ઉઠાવ્યો. આ મામલો બેંગલુરુ ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવ્યા પછી, તેમણે ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવવા કહ્યું. જ્યારે કેશવે બધી વિગતો ઈ-મેલ કરી, ત્યારે તેનું પેન્ડિંગ ચલણ 5-6 દિવસ પછી રદ કરવામાં આવ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement