ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આરોગ્યમાં સમાનતા-સ્વસ્થ ભારતની નવી ઓળખ

10:52 AM Dec 13, 2025 IST | Bhumika
Advertisement

માનવજીવનમાં સફળતા, ખુશીઓ, વિકાસ જેવી અનેક મહત્વની જરૂૂરિયાતોની શરૂૂઆત એક જ વસ્તુથી શરૂ થાય છે એ છે સ્વાસ્થ્ય. જો માણસ પોતાનું સ્વાસ્થ્ય એક વાર ગુમાવી દે તો જીવનની બધી જ ગતિ મંદ પડતી જાય છે. આજે આધુનિક જીવનશૈલી, વઘી રહેલું પ્રદૂષણ, ખોરાકની અનિયમિતતા તેમજ હવે તો મોટી કંપનીમાં તો ઠીક નાની નાની કંપનીઓ પણ પોતાના ફાયદા પ્રમાણે ટાર્ગેટ આપીને માનસિક સ્ટ્રેસ આપતી હોય છે. વધુ પૈસા મેળવવાની અજ્ઞાની દોટમાં માણસ માનસિક અને શારીરિક બંને હેલ્થ બગાડે છે. જો સૂઝબૂઝથી કામ કરે અને થોડું તંદુરસ્તી પર પણ ધ્યાન આપે તો ધારે તેવા કામ કરી શકે.

Advertisement

દુનિયાની દરેક સરકાર અને આરોગ્ય સંસ્થાઓ દરેક વ્યક્તિને જાતિ, ધર્મ, વર્ગ, આર્થિક સ્થિતિ કે કોઈ ભૌગોલિક પરિસ્થિતિના ભેદભાવ વગર યોગ્ય અને ગુણવત્તાસભર સારવાર આપવા જહેમત ઉઠાવી રહ્યા છે. આ જ વિચારધારાને મજબૂત બનાવવા દર વર્ષે 12 ડિસેમ્બરે "યુનિવર્સલ હેલ્થ ડે” તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ભારત સરકારે આરોગ્ય સુરક્ષા હેતુ સૌથી મોટું પગલું "આયુષ્માન ભારત”- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સ્વરૂૂપે લીધું છે. નાના મોટા દરેકને આ આયુષ્માન ભારતની યોજના આવ્યાં પછી બીમારીઓના ખર્ચા ઉઠાવવા અતિ સહેલા બન્યા છે. આ માટે સરકારે દર વર્ષે 5 લાખ સુધીની મફત સહાય આપી છે. જેથી દરેક વર્ગના લોકોને મોટી બીમારીઓ સામે આર્થિક ભીંસ ભોગવવી પડતી નથી.

ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હોસ્પિટલનો ખર્ચ એક મોટું ભારણ બને છે. દેશને સ્વસ્થ બનાવવા જ આપણાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકી છે. 10 કરોડથી પણ વધુ પરિવારો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. આ યોજનામાં સરકારી અને ખાનગી બંને હોસ્પિટલો સામેલ છે. આટલું જ નહીં, 1500 થી પણ વધુ પ્રકારની સારવાર મફત કરવામાં આવી છે. આજે દરેક વર્ગનાં લોકોને પોતાના પરિવારોની ગંભીર બીમારીઓ, જેમ કે કેન્સર, કિડની ટ્રાન્સપ્લાન્ટ, હાર્ટ સર્જરી, ઓર્થોપેડિક જેવી અનેક ભારે અને ખર્ચાળ સારવારને મોદી સરકારે સહાય દ્વારા ખૂબ સરળ બનાવી દીધી છે.

જો દેશ સ્વસ્થ હશે તો જ વિકસિત બની શકે. આ માટે એકલા સરકાર જ નહીં, આપણે પણ આપણી કાળજી લેવી અત્યંત જરૂૂરી છે. જેમ કે ઘર કે ગામમાં સ્વચ્છતા જાળવવી, યોગ્ય અને શુદ્ધ ખોરાક લેવો, નિયમિત કસરતો કરવી, નાના બાળકોને સમયસર રસીકરણ કરવું, જ્યાં ત્યાં ગંદકી ના કરવી જેવી અનેક બાબતો આપણે વિનામૂલ્યે કરી શકીએ છીએ.જાહેર જગ્યાઓ કે રસ્તાઓ પર થૂંકતા કે કચરો ફેંકતા આપણે જરા પણ અચકાતા નથી. જો થોડી જહેમત આપણે પણ ઉઠાવીએ કે કચરો બહાર નહીં જ ફેંકીએ તો પણ શહેર કે ગામ સ્વચ્છ બને. આજે યુવાવર્ગ દેખાદેખીના લીધે દારૂ, સિગરેટ, ચરસ કે ગાંજાના રવાડે ખૂબ ચડ્યો છે. ગંભીર અને જીવલેણ વ્યસનને સામાન્ય વ્યસન બનાવતા યુવાવર્ગને જરાપણ સંકોચ નથી થઈ રહ્યો. આપણા સ્વાસ્થ્ય માટે જો આપણે જ બેદરકારી દાખવીશું તો એકલી સરકાર કશું નહીં કરી શકે.

"ખાસ કરીને યુવાવર્ગ દેખાદેખીમાં દારૂૂ, સિગરેટ કે ચરસ, ગાંજાના વ્યસનના અવળા માર્ગે ચડી રહ્યો છે એમને જો સમયસર પોતાના પરિવાર દ્વારા યોગ્ય રસ્તાઓ નહીં બતાવાય તો ભારતનું ભવિષ્ય ઉજળું નહીં પણ ધુંધળું અવશ્ય બની શકે છે."

દેશના ભવિષ્યના ઉજળા વિકાસ અર્થે સરકાર તો ખૂબ જહેમત ઉઠાવી રહી છે. સ્વસ્થ સમાજનું નિર્માણ ત્યારે જ થાય જયારે દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજે અને પૂરી નિષ્ઠાથી નિભાવે. કેમ કે સ્વસ્થ જનતા જ દેશને મજબૂત અને સમૃદ્ધ બનાવે છે. "જે દેશ પોતાના નાગરિકોની તબિયતનું રક્ષણ કરે છે, તેવા ભારત દેશનું ઉજળું ભવિષ્ય કોઈ નહીં રોકી શકે.”

Tags :
indiaindia news
Advertisement
Next Article
Advertisement