15 દિવસમાં રૂા.1180 કરોડ જમા ન કરાવે તો સહારાની સંપતિ જપ્ત કરવા EPFOની નોટિસ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સહારા ઇન્ડિયા ગ્રુપ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે.EPFO એ કંપનીના લાખો કર્મચારીઓ માટે 1,180 કરોડ રૂૂપિયાના PF અને પેન્શન બાકી ચૂકવવા બદલ સહારાની સંપત્તિ જપ્ત કરવાની નોટિસ જાહેર કરી છે. આ પગલું સહારામાં લાંબા સમયથી ચાલી રહેલી નાણાકીય ગેરરીતિઓ વચ્ચે આવ્યું છે, જ્યાં કંપનીના એજન્ટોને કર્મચારી માનવામાં આવતા હતા અને તેમના PF યોગદાન ફરજિયાત હતા. જો બાકી રકમ સમયસર જમા કરવામાં નહીં આવે, તોEPFO કાયદા હેઠળ સંપત્તિ જપ્તી અને વ્યાજ સહિત દંડની પ્રક્રિયા ઝડપી બનાવશે.
EPFOના લખનઉ પ્રાદેશિક કાર્યાલયે સહારા ઇન્ડિયાને નોટિસ જાહેર કરીને 15 દિવસની અંદર ₹1,180 કરોડ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ રકમ મુખ્યત્વે 2010-2012 દરમિયાન સહારાના કમિશન એજન્ટોના PF અને પેન્શન દાવાઓ સાથે સંબંધિત છે.EPFO દલીલ કરે છે કે આ એજન્ટો ખરેખર કંપનીના કર્મચારીઓ હતા, જેમના માટે PF યોગદાન ફરજિયાત હતું. જો વિલંબ થશે તો કલમ 8ઇ અને 8ૠ હેઠળ વ્યાજ અને દંડ સહિત વધુ સૂચના આપ્યા વિના વસૂલાતની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. એવો અંદાજ છે કે વ્યાજ સહિત કુલ બાકી રકમ ₹3,500 કરોડ સુધી પહોંચી શકે છે.
સહારા ઇન્ડિયા સામેની આ કાર્યવાહી 2013થી ચાલી રહેલી તપાસનું પરિણામ છે. અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે ગયા વર્ષે ચાર મહિનાની સમયમર્યાદા નક્કી કરી હતી, જેના પગલેEPFO એ 15 ફેબ્રુઆરીએ પોતાનો આદેશ જાહેર કર્યો હતો. કંપની લાંબા સમયથી તેના એજન્ટોને સભ્યો જાહેર કરીને તેની PF જવાબદારી ટાળવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ કોર્ટના નિર્ણયે તેમને કર્મચારીઓ તરીકે માન્યતા આપી હતી.EPFO અધિકારીઓના જણાવ્યા અનુસાર, સહારા પાસે આવા 10 લાખથી વધુ કર્મચારીઓ હતા, જેમના દાવા હવે પેન્ડિંગ છે.