For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોના વાયરસના નવા વેરિયન્ટ નિમ્બસની એન્ટ્રી: ‘હુ’ દ્વારા એલર્ટ

05:53 PM Jun 19, 2025 IST | Bhumika
કોરોના વાયરસના નવા વેરિયન્ટ નિમ્બસની એન્ટ્રી  ‘હુ’ દ્વારા એલર્ટ

કોરોના વાઇરસના કેસ ફરી વધી રહ્યા છે, જેમાં હવે કોવિડનો એક નવો સબ-વેરિયન્ટ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટના લક્ષણો અસરગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. હાલમાં, હુ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અમેરિકન આરોગ્ય એજન્સીઓ તેના પર નજર રાખી રહી છે. આ વેરિયન્ટનું નામ ગઇ.1.8.1 છે, જેને નિમ્બસ નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ વેરિયન્ટ આ પહેલા ચીનમાં પણ જોવા મળ્યો છે. જોકે, ભારતમાં હજુ સુધી તેની હાજરી વિશે કોઈ માહિતી નથી.

Advertisement

આ નિમ્બસ વેરિયન્ટના લક્ષણો વિષે કહેવામાં આવી રહ્યું છે કે, તેના કારણે દર્દીઓને ગળામાં દુખાવો થાય છે. આ કારણે, દર્દીઓ તેને રેઝર બ્લડ થ્રોટ પણ કહી રહ્યા છે. આ ઉપરાંત, દર્દીમાં બંધ અથવા વહેતું નાક, થાક, હળવી ઉધરસ, તાવ, શરીરમાં દુખાવો, ઝાડા જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સમાં, સીડીસી એટલે કે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે 7 જૂનના રોજ પૂરા થયેલા 2 અઠવાડિયાના સમયગાળામાં, આ વેરિયન્ટના લગભગ 37% કેસ નોંધાયા હતા. આ અંગે આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ નવો વેરિયન્ટ વિશ્વના એક તૃતીયાંશ કેસનું કારણ બની શકે છે.

Advertisement

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ બુધવારે જણાવ્યું હતું કે તે ઓમિક્રોનના ચાર નવા પેટા પ્રકારોને જીનોમ સિક્વન્સિંગ અને અલગ કરી રહી છે, જે ભારતમાં કોવિડના કેસમાં તાજેતરના વધારા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તેમજ એપ્રિલના બીજા અઠવાડિયાથી કોવિડના કેસમાં વધારો જોવા મળ્યો હતો. સમગ્ર ભારતમાં નવા કેસમાં જીનોમ સિક્વન્સિંગ પછી, ઓમિક્રોનના ચાર પેટા પ્રકારો - LF.7, XFG, JN.1.16 અને NB.1.8.1 - - મળી આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement