ફાસ્ટેગ પાસમાં એન્ટ્રી-એક્ઝિટ એક જ ટ્રીપ ગણાશે: સ્ટેટ હાઇવેને લાગુ નહીં પડે
કેન્દ્ર સરકારે ખાનગી વાહનોએ ટોલ પ્લાઝામાં રાહ જોવી ન પડે તેમજ અડચણમુક્ત ટોલ ચૂકવણી કરી શકે તે હેતુ સાથે FASTag નો વાર્ષિક પાસ લોન્ચ કરવામાં આવ્યો છે. રૂૂ. 3000ની નજીવી કિંમતમાં ફાસ્ટેગનો વાર્ષિક પાસ 15 ઓગસ્ટ, 2025થી ઉપલબ્ધ થશે. જેની મદદથી એક વર્ષ સુધી અથવા 200 વખત ટ્રીપ કરી શકાશે. જો કે, તેના મુદ્દે કેટલીક અસમંજસ ઉભી થઈ હતી. આ અસમંજસ દૂર કરતાં કેન્દ્ર સરકારે કેટલીક સ્પષ્ટતા આપી છે.
ટોલ પ્લાઝાની એક વ્યવસ્થા છે, જેમાં અન્ય જિલ્લામાં પ્રવેશ કરતી વખતે એક્સેસ પોઈન્ટ પર FASTag સ્કેન થાય છે. બાદમાં તે જ જિલ્લામાંથી બહાર નીકળતી વખતે એક્ઝિટ પણ નોંધાય છે. આમ એક વાહને બે ટોલ પ્લાઝા ક્રોસ કરવા પડે છે. પરંતુ આ નવા વાર્ષિક પાસમાં તેને એક જ ટ્રીપ ગણવામાં આવશે. આ યોજનાથી એવા લોકોને રાહત મળશે, જેઓ રોજબરોજ અથવા વારંવાર નેશનલ હાઈવે પરથી પસાર થાય છે.
આ ઋઅજઝફલનો વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસવે પર જ લાગુ થશે. જેનો ઉપયોગ સ્થાનિક કે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત સ્ટેટ હાઈવે અને અન્ય એક્સપ્રેસવે પર થઈ શકશે નહીં. તેના ટોલ પર FASTag તેના નિયમિત ટેગના આધારે કામ કરશે અને નિશ્ચિત ફી કપાશે.
રૂૂ. 3000માં ઉપલબ્ધ આ FASTag ના વાર્ષિક પાસનો ઉપયોગ એક વર્ષ સુધી અથવા 200 ટ્રીપ સુધી થઈ શકે છે. જો એક વર્ષ પહેલાં જ તમારી 200 ટ્રીપ પૂર્ણ થઈ હોય તો તમે તેને ફરી ખરીદી શકો છો. આ FASTag વાર્ષિક પાસ ફરિજ્યાત નથી. જે યુઝર વાર્ષિક પાસ લેવા નથી માગતા તેઓ પે પર યુઝ મોડલ પર FASTag નું રિચાર્જ કરાવી શકે છે. જે લોકો નિયમિતપણે નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસવે પરથી મુસાફરી કરી રહ્યા છે, તેમના માટે આ વાર્ષિક પાસ અત્યંત મહત્ત્વનો છે.