મૌસમ કા મઝા લિજીયે: કોંગ્રેસે પ્રદૂષણ, રૂપિયાના મુદ્દાને વટાવ્યા
ઘનિષ્ટ મતદાર યાદી સુધારણા મામલે ચર્ચા કરવા સંમતી અને સંચાર સાથી મુદ્દે સરકારે પીછેહઠ કરતા વિપક્ષે ઝેરી હવા-પ્રદુષણનો મુદ્દો હાથમાં લીધો: રૂપિયાનું વિશ્ર્વમાં કોઇ મુુલ્ય રહ્યું નથી, ખડગેનો વલોપાત
ઘનિષ્ઠ મતદાર યાદી સુધારણા મામલે સરકાર ચર્ચા કરવા સંમત થતા અને સંચાર સાથી મંચ પ્રશ્ને નમતું જોખતા આ બન્ને મુદ્દાઓ હવાઇ ગયા છે. કોંગ્રેસ હવે અન્ય મુદાઓની શોધમાં હોય તેવું લાગે છે.
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે પ્રદૂષણના મુદ્દા પર વિપક્ષના વિરોધ વચ્ચે કહ્યું, બહારની પરિસ્થિતિ જુઓ. જેમ સોનિયા ગાંધીએ કહ્યું હતું, બાળકો શ્વાસ લઈ શકતા નથી. તેમને ક્ષય રોગ છે, અને તેમના જેવા વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
પરિસ્થિતિ વર્ષ-દર-વર્ષ વધુ ખરાબ થઈ રહી છે. દર વર્ષે ફક્ત નિવેદનબાજી થાય છે, કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. અમે બધાએ કહ્યું છે કે સરકારે પગલાં લેવા જોઈએ, અને અમે બધા તેમની સાથે છીએ.સ્ત્રસ્ત્ર તેમણે એમ પણ કહ્યું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી કે આપણે એકબીજા પર આંગળી ચીંધીએ.
અમેરિકન ડોલર સામે રૂૂપિયાના નબળા પડવા અંગે, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, મનમોહન સિંહ સરકાર દરમિયાન જ્યારે ડોલર ઊંચો હતો ત્યારે તેઓએ શું કહ્યું હતું? આજે તેમની પ્રતિક્રિયા શું છે? તેમને પૂછો. તમે મને કેમ પૂછી રહ્યા છો? રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની આકરી ટીકા કરી હતી કારણ કે ભારતીય રૂૂપિયો અમેરિકન ડોલર સામે ઐતિહાસિક રીતે સૌથી નીચો ગયો હતો અને મનોવૈજ્ઞાનિક રીતે ₹90 ના સ્તરને પાર કરી ગયો હતો, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન શાસનમાં ભારતીય ચલણનું વિશ્વમાં કોઈ મૂલ્ય નથી. ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશનને દૂર કરવાના સરકારના નિર્ણય પર, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, હું આનું સ્વાગત કરું છું.
જ્યારે મેં આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે મેં વારંવાર કહ્યું કે કોઈપણ એપ, ખાસ કરીને સરકારી એપને પ્રી-લોડ કરવી બંધારણની વિરુદ્ધ છે. તે લોકોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. જો અમે સુપ્રીમ કોર્ટમાં ગયા હોત, તો કોર્ટે તેને ફગાવી દીધી હોત અને તેને દૂર કરવાનો આદેશ આપ્યો હોત. જ્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો, ત્યારે ટેલિકોમ મંત્રીએ કહ્યું કે તે એક બિનજરૂૂરી વિવાદ છે. જ્યારે તેમના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો, ત્યારે તેમણે તેને પાછો ખેંચી લીધો. તે સ્પષ્ટ છે કે એક ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે.