For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈંગ્લેન્ડ પરાજય પચાવી ન શક્યું, અમ્પાયર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

12:53 PM Feb 20, 2024 IST | Bhumika
ઈંગ્લેન્ડ પરાજય પચાવી ન શક્યું  અમ્પાયર પર લગાવ્યા ગંભીર આક્ષેપ

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાયેલી રાજકોટ ટેસ્ટ મેચમાં ભારતે ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતે ઈંગ્લેન્ડના સામે ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે વિરોધી ટીમને 434 રનોથી મ્હાત આપીને સીરિઝ પર પણ 2-1થી લીડ બનાવી લીધી છે. હૈદરાબાદ ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા માટે બીજી જીત છે. ભારતે પહેલા તો વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું, પછી રાજકોટમાં પણ વિરોધી ટીમને ધોઈ નાખી. સતત બે હાર મળવાથી ઈંગ્લેન્ડની ટીમ બેબાકળી બની ગઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે મેચના બાદ કહ્યું કે તેમની સાથે ચીટિંગ થઈ છે.

Advertisement

ઈંગ્લેન્ડના બેટ્સમેન જેક ક્રોલીની વિકેટને લઈને. રાજકોટ ટેસ્ટ મેચની ચોથા દિવસની મેચ રમાઈ રહી હતી. ભારતે ઈંગ્લેન્ડની સામે 556 રનોનું લક્ષ્ય રાખ્યું હતું. પિચની કંડીશનને જોતા આ ટાર્ગેટ મોટો હોવાની સાથે જ ખૂબ જ વિશાળ પણ હતો. આ કારણે ઈંગ્લેન્ડની ટીમ ખૂબ જ પ્રેશરમાં હતી. ઈંગ્લેન્ડના સામે જેક ક્રોલી જ્યારે 11 રન પર બેટિંગ કરી રહ્યા હતા તે સમયે બોલિંગ માટે આવેલા જસપ્રીત બુમરાહે જેક ક્રોલીને એલબીડબ્લ્યૂ આઉટ કરી દીધો. એમ્પાયરે બેટિંગને આઉટ આપ્યું તો ખેલાડીએ રિવ્યૂની માંગ કરી લીધી. અહીંથી આ વિવાદે જન્મ લીધો છે.

બેન સ્ટોક્સે જણાવ્યું કે થર્ડ એમ્પાયર દ્વારા ચેક કરવા પર સ્પષ્ટ જોઈ શકાય છે કે બોલ સ્ટંપને મિસ કરી રહી છે. છતાં એમ્પાયર કોલ આપીને જેક ક્રોલીને આઉટ જાહેર કરવામાં આવ્યો. આ મને સમજ ન આવ્યું. નંબર્સ જણાવે છે કે બોલ સ્ટંપને સ્પર્શી રહી છે. પરંતુ જે બતાવવામાં આવ્યું તેના અનુસાર બોલ સ્ટંપને મિસ રી રહી છે. ત્યાં શું થયું શું ન થયું મને કંઈ સમજ નથી આવી રહ્યું. પરંતુ એટલું જરૂૂર છે કે બોલ સ્ટંપને નથી સ્પર્શી. છતાં એમ્પાયર્સ કોલ હેઠળ બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવ્યો. તેની કિમત આખી ટીમે ચુકવવી પડી. જેક ક્રોલીની વિકેટ બાદ ઈંગ્લેન્ડના કોચ બ્રેંડન મક્કુલમ એમ્પાયર સાથે વાત કરતા પણ દેખાઈ રહ્યા હતા. હવે ઈંગ્લેન્ડના કેપ્ટને અહીં સુધી માંગ કરી દીધી છે કે એમ્પાયર્સ કોલ ખતમ થવો જોઈએ. સ્ટોક્સે કહ્યું કે બોલ સ્ટંપને સ્પર્શી રહી હતી કે નહીં તે ચક્કરમાં પડવાથી સારૂૂ છે કે એમ્પાયર્સ કોલને જ સમાપ્ત કરી નાખવામાં આવે. જેક ક્રોલીએ આઉટ થયા પહેલા સુધી ઈંગ્લેન્ડની ફક્ત એક વિકેટ પડી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement