રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉત્તરાખંડમાં બહુપત્નીત્વ ખતમ, છૂટાછેડાની પ્રક્રિયા સમાન

06:44 PM Feb 06, 2024 IST | Bhumika
Advertisement

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે વિધાન સભામાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ વિધાનસભામ રજૂ કર્યું છે. આ બિલ રજૂ કરતી વખતે ‘જય શ્રીરામ’ અને પભારત માતા કી જયથના નારા લાગ્યા હતા. યુસીસી પર ચર્ચાની માગને લઈને વિધાનસભામાં વિપક્ષે હોબાળો કરતા ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Advertisement

ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ આ કાયદો લાગુ થઈ જશે. સાથે ઉત્તરાખંડ આઝાદી પછી યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.ખરડાની મુખ્ય જોગવાઇઓ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થયા બાદ બહુવિવાહ પર પ્રતિબંધ મુકવામાં આવશે.ખરડામાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. અન્ય એક જોગવાઇ મુજબ લિવ-ઈન રિલેશનશિપમાં રહેનારાઓ માટે પોલીસ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.

જો લગ્ન નોંધણી નથી કરી તો કોઈપણ સરકારી સુવિધા નહીં મળે. નોકરી કરતા પુત્રના મૃત્યુના કિસ્સામાં વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી પત્નીની રહેશે અને તેને વળતર મળશે. અનાથ બાળકોને શિક્ષણ આપવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. પતિ-પત્ની વચ્ચેના વિવાદના કિસ્સામાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને આપી શકવાની જોગવાઇ સામેલ છે.

માર્ચ 2022માં સરકારની રચના બાદ કેબિનેટની પ્રથમ બેઠકમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની મંજૂરી આપી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ગોવામાં યુસીસી પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે.

Tags :
indiaindia newsuttarakhandUttarakhand news
Advertisement
Next Article
Advertisement