એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી ખળભળાટ, તિરુવંનતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ હંગામો મચ્યો હતો. આજે મુંબઈથી તિરુવનંતપુરમ જઈ રહેલી ફ્લાઈટને આ ધમકી મળ્યા બાદ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
મુંબઈથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી ખળભળાટ, તિરુવનંતપુરમ એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
તિરુવનંતપુરમ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે 8 વાગ્યે એરપોર્ટ પર ઉતરી હતી અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ફ્લાઇટમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે વિમાન તિરુવનંતપુરમ એરપોર્ટની નજીક પહોંચ્યું ત્યારે પાયલટે બોમ્બની ધમકીની જાણ કરી. તેમણે કહ્યું કે વિમાનમાં 135 મુસાફરો સવાર હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. એરપોર્ટની કામગીરી હાલમાં અવિરત ચાલુ છે. ધમકી ક્યાંથી આવી હાલ તેની તપાસ શરુ છે.