જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં અને હરિયાણામાં એક તબક્કામાં યોજાશે ચૂંટણી, આ તારીખે આવશે પરિણામ
03:43 PM Aug 16, 2024 IST | Bhumika
Advertisement
ચૂંટણી પંચ આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજીવ કુમારે કહ્યું કે અમે વચન આપ્યું હતું કે ચૂંટણી ટૂંકી કરવામાં આવશે અને જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે.
ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભાની 90 બેઠકોની તારીખોની જાહેરાત કરી છે. હરિયાણાની તમામ 90 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. તમામ 90 બેઠકો પર 1 ઓક્ટોબરે મતદાન થશે અને 4 ઓક્ટોબરે મતગણતરી બાદ ચૂંટણી પરિણામો આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.
Advertisement
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી.
Advertisement