ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય, વેચાણ પર સુપ્રીમની રોક
- ગુમનામ ફંડિંગ મૂળભૂત અધિકાર અને માહિતી કાયદાનું ઉલ્લંઘન: પાંચ જજોની બેંચનો સર્વસંમત ચુકાદો: એનકેશ ન થયેલા બોન્ડનું રિફંડ જે તે વ્યક્તિ-કંપનીને આપવા આદેશ
- 12 એપ્રિલ 2019થી વેચાયેલા બોન્ડની માહિતી 6 માર્ચ સુધીમાં આપવા એસબીઆઇને આદેશ: ચૂંંટણી પંચ આ વિગતો વેબસાઇટ પર મૂકે
લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે. આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. 6 માર્ચ સુધીમાં પાર્ટીઓને હિસાબ આપવા અદાલતે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત અદાલતે રાજકીય પક્ષોને 15 દિવસના વેલિડીટી ગાળામાં રહેલા અને રોકડા ન કરાવેલાાઓનું જે તે વ્યકિત કંપનીઓને રિફંડ આપવા જણાવ્યું હતું.
પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું, પપોલિટિકલ પ્રક્રિયામાં રાજકીય દળો મહત્ત્વપૂર્ણ એકમ છે. રાજકીય ભંડોળની માહિતી, તે એવી પ્રક્રિયા છે જેના દ્વારા મતદારને પોતાનો મત આપવા માટે યોગ્ય પસંદગી મળે છે. મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે,જેનાથી મતદાન માટે યોગ્ય પસંદગી કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે બેંકોને ઈલેક્ટોરલ બોન્ડ ઈસ્યુ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે પણ કહ્યું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 12 એપ્રિલ, 2019 થી અત્યાર સુધી ખરીદવામાં આવેલ ચૂંટણી બોન્ડ વિશે માહિતી ચૂંટણી પંચને જણાવે. આ માહિતી વેબસાઈટ પર જાહેર કરવા ચુંટણી પંચને અદાલતે જણાવ્યું હતું.
ચુકાદો આપતી વખતે સીજેઆઇએ કહ્યું કે રાજકીય પક્ષોના ફંડિંગની માહિતી જાહેર ન કરવી એ હેતુની વિરુદ્ધનું છે. સીજેઆઇએ 12મી એપ્રિલ 2019થી અત્યાર સુધીની માહિતી જાહેર કરવી પડશે.ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ઈઉંઈં ઉઢ ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ત્રણ દિવસની સુનાવણી બાદ 2 નવેમ્બર, 2023ના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
સુનાવણીમાં, કોર્ટે પક્ષકારોને મળેલા ફંડિંગના ડેટાને જાળવી ન રાખવા બદલ ચૂંટણીપંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે પંચને 30 સપ્ટેમ્બર સુધીમાં રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલી રકમ મળી છે તેની માહિતી વહેલી તકે આપવા જણાવ્યું હતું.
પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા ચૂંટણી બોન્ડની માન્યતાની સુનાવણી કરવામાં આવી રહી હતી. આ અંગે ચાર પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (અઉછ), કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સીપીએમનો સમાવેશ થાય છે. સીજેઆઇના જણાવ્યા મુજબ ચુકાદો સર્વસંમત છે. પણ જસ્ટિસ સંજીવ ખન્નાએ અલગ કારણ આપ્યા હતા.
16518 કરોડના બોન્ડ વેચાયા, સૌથી વધુ ફાયદો ભાજપને
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, સીજેઇએ એપ્રિલ 2019 પછી ખરીદેલા બોન્ડનો હિસાબ ચૂંટણી પંચને આપવાનો છે. માર્ચ 2018માં પહેલીવાર ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂૂ થયું હતું. માર્ચ 2019 સુધીમાં તેનું આઠ વખત વેચાણ થયું હતું. આ સમયગાળા દરમિયાન રૂૂ. 1540 કરોડથી વધુના બોન્ડનું વેચાણ થયું હતું. એપ્રિલ 2019 થી, ચૂંટણી બોન્ડ વધુ 22 તબક્કામાં વેચવામાં આવ્યા છે. કુલ 30 તબક્કામાં 16518 કરોડ રૂૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ કરવામાં આવ્યું છે. એપ્રિલ 2019 થી, રૂૂ. 14978 કરોડથી વધુના બોન્ડ્સનું વેચાણ થયું છે. આ યોજનાનો સૌથી વધુ ફાયદો ભાજપને થયો છે. નાણાકીય વર્ષ 2022-23 માં, ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા 1300 કરોડ રૂૂપિયાનું દાન મળ્યું. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસને 171 કરોડ રૂૂપિયાનું દાન મળ્યું હતું. મતલબ કે ભાજપને કોંગ્રેસ કરતાં લગભગ સાત ગણું વધુ ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી ગુપ્ત દાન મળ્યું હતું. વર્ષ 2017-18 અને 2018-19માં રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી કુલ રૂૂ. 2,760.20 કરોડ મળ્યા હતા, જેમાંથી રૂૂ. 1,660.89 કરોડ એટલે કે 60.17% એકલા ભાજપને મળ્યા હતા.