ચૂંટણી બોન્ડ વિશ્વનું મોટું કૌભાંડ: નાણામંત્રીના પતિ
- અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરના મતાનુસાર મતદારો આ મુદ્દે સરકારને કડક સજા કરશે
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના પતિ અને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે ચૂંટણી બોન્ડ મુદ્દે મોટી ટિપ્પણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર દેશનું જ સૌથી મોટું કૌભાંડ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો બની જશેન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું - મને લાગે છે કે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો બની જશે. ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે.
મને લાગે છે કે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત મુદ્દો આજે છે તેના કરતા વધુ મહત્વ મેળવશે. તે ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યું છે. હવે ધીમે ધીમે બધા સમજી રહ્યા છે કે આ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આવી સ્થિતિમાં, મને લાગે છે કે આ મુદ્દાને કારણે આ સરકારને મતદારો દ્વારા કડક સજા કરવામાં આવશે.
નાણામંત્રીના પતિ પરકલા પ્રભાકર જાણીતા અર્થશાસ્ત્રી છે. તેમણે 2014 થી 2018 સુધી આંધ્ર પ્રદેશ સરકારમાં સેવા આપી હતી, જ્યારે તેઓ સંચાર સલાહકાર પણ હતા. આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં 2 જાન્યુઆરી, 1959ના રોજ જન્મેલા પરકલા પ્રભાકર, વર્ષ 1991માં લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. આ સિવાય તેમણે કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.
આલેલે.... સીતારામન પાસે નાણા ન હોવાથી ચૂંટણી લડવા ના પાડી
આ વખતે ઘણા કેન્દ્રીય મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે નાણા મંત્રી નિર્મલા સીતારામણે પણ લોકસભા ચૂંટણીની ટિકિટ ઓફર કરાઈ હતી પરંતુ હવે તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ શા માટે લોકસભા ચૂંટણી નથી લડી રહ્યાં. નિર્મલા સીતારામણે કહ્યું કે મારી પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે પુરતું ફંડ નથી તેથી તેમણે ભાજપની ઓફર નકારી કાઢી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો પરંતુ મેં ના પાડી હતી. સીતારામણે કહ્યું કે એક અઠવાડિયું કે દસ દિવસ વિચાર્યા પછી, હું ફરી કહેવા આવી કે કદાચ નહીં. મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. મને પણ એક સમસ્યા છે, પછી ભલે તે આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ. હું ખૂબ જ આભારી છું કે તેઓએ મારી દલીલ સ્વીકારી... તેથી હું ચૂંટણી લડી રહી નથી. નિર્મલા સીતારામણને જ્યારે પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ભંડોળ કેમ નથી, ત્યારે તેમણે કહ્યું કે ભારતના કોન્સોલિડેટેડ ફંડ તેમની માલિકીનું નથી. મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છે, ભારતના કોન્સોલિડેટેડ ફંડની નહીં.