For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં કરી હાથીની સવારી,PM આજે દુનિયાની સૌથી મોટી ટનલનું કરશે ઉદ્ઘાટન

10:50 AM Mar 09, 2024 IST | Bhumika
વડાપ્રધાન મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં કરી હાથીની સવારી pm આજે દુનિયાની સૌથી મોટી ટનલનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના આસામ પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. વડાપ્રધાને કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર સવારી કરી હતી અને જંગલમાં સફારી પર ગયા હતા. આ દરમિયાન પાર્ક ડિરેક્ટર સોનાલી ઘોષ તેમની સાથે હતા અને સીનિયર ફોરેસ્ટ અધિકારી પણ હતા. કાઝીરંગાને 1974માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો હતો અને આ વર્ષે કાઝીરંગા આ સિદ્ધિની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યું છે.

Advertisement

પીએમ મોદી બે દિવસીય નોર્થ ઈસ્ટ પ્રવાસ પર છે. જ્યાં અમે શુક્રવારે સાંજે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા. પીએમ મોદી વહેલી સવારે જંગલમાં ફરવા ગયા હતા. પહેલા તેઓએ જંગલમાં હાથીની સવારીનો આનંદ માણ્યો અને પછી જીપની સવારી પણ કરી. PMએ સોશિયલ હેન્ડલ X પર હાથીઓને શેરડી ખવડાવવાની તસવીર પોસ્ટ કરી અને માહિતી આપી કે કાઝીરંગા નેશનલ પાર્ક ગેંડા માટે જાણીતું છે પરંતુ ત્યાં હાથીઓ પણ મોટી સંખ્યામાં છે. પીએમ મોદી બપોરે અરુણાચલ પ્રદેશ પહોંચશે. જ્યાં તેઓ તવાંગમાં 825 કરોડ રૂપિયામાં બનેલી સેલા ટનલને ફ્લેગ ઓફ કરશે. આ ટનલ અરુણાચલના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવશે. સેલા ટનલ તવાંગને આસામના તેજપુરથી જોડશે.

18,000 કરોડની ભેટ

Advertisement

મોદી બપોરે જોરહાટ પરત ફરશે અને મહાન અહોમ કમાન્ડર લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ બ્રેવરનું પણ ઉદ્ઘાટન કરશે. અધિકારીઓએ જણાવ્યું કે આ પછી મોદી જોરહાટમાં મેલેંગ મેતેલી પોથર જશે, જ્યાં તેઓ લગભગ 18,000 કરોડ રૂપિયાના કેન્દ્ર અને રાજ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન જનસભાને પણ સંબોધિત કરશે. આ સાથે પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 5 લાખથી વધુ લાભાર્થીઓના હાઉસવોર્મિંગ સમારોહમાં પણ ભાગ લેશે. જે બાદ તેઓ પશ્ચિમ બંગાળ જવા રવાના થશે.

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની વિશેષતા

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એક શિંગડાવાળા ભારતીય ગેંડાની પ્રજાતિઓ માટે જાણીતું છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ છે. કાઝીરંગા નેશનલ પાર્કને વર્ષ 1974માં નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો હતો. જેની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ રાજ્યને લગભગ 55,600 કરોડ રૂપિયાની ભેટ આપશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement