ઇજનેર, ફાર્મસી, આર્કિટેક્ચર, MBA, MCAનું શિક્ષણ મોંઘૂં થશે
FRCની નિમણૂંક થતા વાલીઓને આર્થિક ડામ: ફીના સ્લેબમાં 5 ટકાનો વધારો ઝીંકાયો
ટેકનિકલ એફઆરસી એ 101 કોલેજને 5 ટકા કરતાં વધુ ફી વધારો જાહેર કર્યો છે. વર્ષ 2023-24, 2024 -25 અને 2025- 26ના ત્રિવાર્ષિક ગાળા માટે એફઆરસી દ્વારા ફી વધારો આપવામાં આવ્યો છે. આ અગાઉ 510 સંસ્થાઓને પાંચ ટકા સુધીનો ફી વધારો આપવામાં આવ્યો હતો. આમ કુલ 621 સંસ્થાઓની ફી નક્કી કરવા માટેની દરખાસ્ત મળી હતી. જેમાં 10 સંસ્થાઓએ નિયમ મુજબ એફિડેવિટ કરેલું નહતું જેથી તેમની ફી વધારવામાં ન આવી.
ગુજરાતમાં આવેલી પ્રોફેશનલ ટેકનિકલ કોલેજો કે જે એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર, એમબીએ, એમસીએ, પ્લાનિંગ વગેરે ખાનગી ધોરણ ચલાવે છે તેવી કોલેજમાં 2023-24, 2024 -25 અને 2025- 26 ના ત્રિવાર્ષિક ગાળા માટે એફઆરસી દ્વારા ફી વધારો આપવામાં આવ્યો છે. અગાઉ 510 સંસ્થાઓને પાંચ ટકા સુધીનો ફી વધારો આપવામાં આવ્યો હતો. ત્યારે હવે 101 જેટલી સંસ્થાઓને પોતાની હયાત ફીમાં પાંચ ટકાથી વધુનો વધારો આપવામાં આવ્યો છે. કુલ 621 સંસ્થાઓની ફી નક્કી કરવા માટેની દરખાસ્ત મળી હતી. જેમાંથી 520 સંસ્થાઓ દ્વારા પોતાની હયાત ફી માં 5 ટકા સુધીનો વધારો કરવાની દરખાસ્ત કરી હતી. જેમાંથી 510 જેટલી સંસ્થાઓને 5% ફી વધારો આપીને તેમની ફી જાહેર કરવામાં આવી હતી. જ્યારે 10 સંસ્થાઓ એવી છે કે, જેમણે નિયમ મુજબ એફિડેવિટ કરેલું નહતું જેથી તેમની ફી વધારવામાં આવી ન હતી.
ફી વધારો મળેલ તેવી સંસ્થાઓમાં ડિગ્રી એન્જિનિયરિંગની 22 સંસ્થા, ડીગ્રી ફાર્મસીની 20 સંસ્થા, ડિગ્રી આર્કિટેક્ચરની 6 સંસ્થા, ડિપ્લોમા એન્જિનિયરિંગની 11 સંસ્થા, ઇન્ટીગ્રેટેડ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગની 1 સંસ્થા, ડિપ્લોમા ફાર્મસીની 3 સંસ્થા, માસ્ટર ઓફ એન્જિનિયરિંગની 3 સંસ્થા, 2 સંસ્થા - માસ્ટર ઓફ ફાર્મસી, માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટની 21 સંસ્થા, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનની 10 સંસ્થા અને માસ્ટર ઓફ પ્લાનિંગની 2 સંસ્થા સામેલ છે.
એફઆરસી દ્વારા એન્જિનિયરિંગ સહિતની કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે. કુલ 101 જેટલી સંસ્થાઓની ફી જાહેર કરાઈ છે. આ ફી વધારામાં વાર્ષિક 31500 થી લઈને 3.06 લાખ ફી નક્કી કરાઇ છે. અનંત નેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની ફી આગામી ત્રણ વર્ષ માટે 1.36 લાખ થી લઈ 3.06 લાખ સુધી નક્કી કરાય છે. અદાણી યુનિવર્સિટીની એમબીએની ફી 1,97,000 થી 2,21,000 નક્કી કરાઈ છે. એલએમ કોલેજો ફાર્મસીની 1,86,000 થી 2,09,000થી નક્કી થઈ છે. નવરચના યુનિવર્સિટીની એમબીની ફી ₹1,38,000 થી 1,56,000 નક્કી કરાઈ છે. પ્રાઈમ ડિપ્લોમા કોલેજની સૌથી ઓછી 31,500 ફી નક્કી થઈ છે. જી એસ પટેલ એન્જિનિયરિંગની 1,27,500 થી 1,39,000 ફી નક્કી થઈ છે.