For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શરાબ કાંડમાં હવે ઇડી કેજરીવાલને ભીંસમાં લેશે

06:15 PM Dec 21, 2024 IST | Bhumika
શરાબ કાંડમાં હવે ઇડી કેજરીવાલને ભીંસમાં લેશે

એક્સાઈઝ પોલિસીના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આ કેસમાં કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની પરવાનગી આપી દીધી છે.

Advertisement

ઇડીએ આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલે 100 કરોડ રૂૂપિયાની લાંચ લઈને કેટલીક સંસ્થાઓને અનુચિત લાભ આપ્યા હતા. જો કે, આમ આદમી પાર્ટી (આપ) એ આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ કેસની બે વર્ષની લાંબી તપાસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, ન તો એક રૂૂપિયો પણ વસૂલ કરવામાં આવ્યો હતો. ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આ કેસમાં કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. ઇડીએ આ મહિનાની શરૂૂઆતમાં એલજી પાસેથી પરવાનગી માંગી હતી અને દાવો કર્યો હતો કે એક્સાઇઝ પોલિસીની રચના અને અમલી કરણમાં મોટા પાયે ભ્રષ્ટાચારના સંકેતો મળ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement