ઓનલાઇન સટ્ટાબાજી કેસમાં પ્રકાશ રાજ, રાણા દગ્ગુબાતી સહિત 4ને EDનું તેડું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર એપ્સને પ્રોત્સાહન આપવાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ચાર જાણીતા દક્ષિણ ભારતીય કલાકારો - રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા અને લક્ષ્મી મંચુને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. તેમના પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કરોડો રૂૂપિયાના નાણાકીય વ્યવહારોમાં સામેલ હોવાનો આરોપ છે. ED એ રાણા દગ્ગુબાતીને July 23, પ્રકાશ રાજને July 30, વિજય દેવેરાકોંડાને August 6 અને લક્ષ્મી મંચુને August 13 ના રોજ હૈદરાબાદ ઝોનલ ઓફિસમાં હાજર થવા જણાવ્યું છે. આ કેસ તેલંગાણા પોલીસે નોંધેલી એફઆઈઆરના આધારે શરૂૂ થયો છે.
ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારની એપ્લિકેશનો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સક્રિય કાર્યવાહી હાથ ધરી છે, જેના ભાગરૂૂપે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ચાર ટોચના કલાકારોને સમન્સ પાઠવવામાં આવ્યા છે. આ સ્ટાર્સ પર ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર એપ્સને પ્રોત્સાહન આપવાનો અને તેના દ્વારા કથિત રીતે થયેલા મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ છે.