બેંગલુરુમાં રોડ ઉપર પર્ફોમન્સ કરતાં એડ શિરીન ફસાયા કાનૂની દાવપેચમાં
પ્રખ્યાત ગાયક એડ શિરીનનું પર્ફોર્મન્સ બેંગલુરુ પોલીસે અધવચ્ચે જ અટકાવી દીધું હતું, ત્યારબાદ પોલીસ કાર્યવાહી સમાચારમાં રહી છે. ગાયકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બેંગલુરુના ચર્ચ સ્ટ્રીટ પર લાઈવ પર્ફોર્મન્સ આપતો જોવા મળી રહ્યો છે. સૌથી લોકપ્રિય બ્રિટિશ ગાયક એડ શીરન ભારતના પ્રવાસે છે અને તેઓ બેંગલુરુમાં પણ પરફોર્મ કરી રહ્યા છે. સ્ટેજ શો પહેલા બેંગ્લોરમાં લોકોને આશ્ચર્યચકિત કરવું તેમના માટે મોંઘુ પડ્યું. હવે એડ શિરીન તેના શો કરતાં આ વાયરલ વીડિયો માટે વધુ ચર્ચામાં છે.
એડ શીરને ચર્ચ સ્ટ્રીટના ફૂટપાથ પર પરફોર્મ કર્યું, પરંતુપોલીસે તેનું પરફોર્મન્સ અધવચ્ચે જ અટકાવી દીધું. જોકે, તેમની ટીમે પોલીસ અધિકારીને કહ્યું કે ગીતના પ્રદર્શન માટે વહીવટી પરવાનગી લેવામાં આવી છે. પરંતુ આ પછી પણ પોલીસ અધિકારીએ તેની ટીમની વાતને અવગણી. પોતાના સ્ટેજ શો માટે ભારત આવેલા એડ શીરન બેંગલુરુમાં કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયા.
છેલ્લા કેટલાક મહિનાઓથી, ચર્ચ સ્ટ્રીટ પર ફૂટપાથ પર આવા પ્રદર્શનોને કારણે લોકોને થતી અસુવિધા અંગે ઘણી ફરિયાદો આવી છે. પોલીસનું કહેવું છે કે ફૂટપાથ પર અચાનક પ્રદર્શન કરવું નિયમોની વિરુદ્ધ છે. એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કર્મચારીઓએ એડ શિરીનના પ્રદર્શનને જે રીતે અટકાવ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેને ખ્યાલ નહોતો કે તે એક સેલિબ્રિટી ગાયક છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર બેંગલુરુ પોલીસની કાર્યવાહીની ખૂબ ટીકા થઈ રહી છે.