કર્ણાટકના ગૃહમંત્રીને ત્યાં ઈ.ડી.ના દરોડા
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વર EDએટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર છે. ગુરુવારે કેન્દ્રીય એજન્સીએ તેના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. એક દિવસ પહેલા જ, ઊઉની ટીમ ગૃહમંત્રી સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં પહોંચી હતી. અભિનેત્રી રાણ્યા રાવના સોનાની દાણચોરી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDદરોડા પાડી રહી હોવાના અહેવાલ છે.
પીટીઆઈ ભાષા અનુસાર, EDએ બુધવારે કર્ણાટકમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં જી પરમેશ્વર સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે રાજ્યમાં 16 સ્થળોએ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (ઙખકઅ) હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડા હવાલા ઓપરેટરો અને અન્ય ઓપરેટરોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા જેમણે રાવના ખાતાઓમાં બનાવટી નાણાકીય વ્યવહારો કર્યા હોવાનો આરોપ છે.
ઊઉના સૂત્રોએ જણાવ્યું હતું કે એક શૈક્ષણિક ટ્રસ્ટે કથિત રીતે એક પ્રભાવશાળી વ્યક્તિના નિર્દેશ પર રાવના ક્રેડિટ કાર્ડ બિલ માટે 40 લાખ રૂૂપિયા ચૂકવ્યા હોવાની શંકા છે. સૂત્રોએ દાવો કર્યો હતો કે ટ્રસ્ટ ભગવાન સાથે જોડાયેલું હતું અને પ્રભાવશાળી વ્યક્તિ એક રાજકીય વ્યક્તિ હતી. તેમણે કહ્યું કે શોધ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ ચુકવણી (ક્રેડિટ કાર્ડ બિલ ચુકવણી માટે) ચકાસણી કરવા માટે કોઈ દસ્તાવેજ મળ્યો નથી.