ડોન દાઉદના શાગિર્દના ડ્રગ નેટવર્ક પર ઇડીના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાના ડ્રગ નેટવર્ક પર દરોડા પાડ્યા છે. 8 ઓક્ટોબર, 2025 ના રોજ, ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ મુંબઈમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી ફૈઝલ જાવેદ શેખ અને આલ્ફિયા ફૈઝલ શેખ દ્વારા સંચાલિત એક મોટા ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલા ગેરકાયદેસર નાણાંને શોધવા માટે હાથ ધરવામાં આવી રહી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે ફૈઝલ શેખ કુખ્યાત ડ્રગ લોર્ડ સલીમ ડોલા દ્વારા ખઉ ડ્રગ્સ મેળવતો હતો. સલીમ ડોલા લાંબા સમયથી કાયદા અમલીકરણ એજન્સીઓની દેખરેખ હેઠળ છે અને તેના પર ડ્રગ હેરફેર અને ગેરકાયદેસર નેટવર્કને ભંડોળ પૂરું પાડવાના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ તેની ધરપકડ તરફ દોરી જતી માહિતી માટે ઈનામની જાહેરાત કરી છે.
કુખ્યાત ગુનેગાર દાઉદ ઇબ્રાહિમના નજીકના ગણાતા સલીમ ડોલાને આ વર્ષે જૂનમાં દુબઈથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. સલીમ ડોલા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકર છે.દેશના વિવિધ ભાગોમાં પકડાયેલા ડ્રગ ક્ધસાઈનમેન્ટ સીધા સલીમ ડોલા સાથે જોડાયેલા છે. સલીમ ડોલાનો પુત્ર તાહિર પણ આ ગેરકાયદેસર વેપારમાં સામેલ છે.