અનિલ અંબાણીની કંપની સાથે જોડાયેલા 6 સ્થળે ઇડીના દરોડા
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા નાણાની હેરાફેરી મામલે કાર્યવાહી
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ગેરકાયદેસર રીતે મોકલવામાં આવેલા કથિત નાણાંની તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગઇકાલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ઇન્દોર અને મુંબઈમાં છ સ્થળોએ દરોડા પાડ્યા.
અધિકારીઓની એક ટીમ મઉમાં મોલ રોડ 76 ખાતે કંપનીના મુખ્ય મથક અને કંપનીના ડિરેક્ટરોના ઘરો પર અનેક વાહનોમાં પહોંચી હતી.
નીતિન અગ્રવાલ પાથ ઇન્ડિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે, જ્યારે નિપુણ અગ્રવાલ, સક્ષમ અગ્રવાલ, નીતિ અગ્રવાલ અને સંતોષ અગ્રવાલ ડિરેક્ટર છે. આશિષ અગ્રવાલ અને આદિત્ય ઉપાધ્યાય સ્વતંત્ર ડિરેક્ટર છે. ડિરેક્ટરોમાંના એક, નીતિ અગ્રવાલ, અભિનેતા અમિતાભ બચ્ચન સાથે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) માં મુંબઈ ટીમના સહ-માલિક પણ છે.આ દરોડા અનિલ અંબાણીને સંડોવતા બેંક લોન કૌભાંડની વ્યાપક તપાસનો ભાગ હોવાનું માનવામાં આવે છે.
તપાસકર્તાઓનું માનવું છે કે રિલાયન્સ ગ્રુપ કંપનીઓ અને પાથ ગ્રુપ વચ્ચે બાંધકામના કામના અનેક કરાર થયા હતા, જેના હેઠળ મોટી રકમનો વ્યવહાર થયો હશે. ઓગસ્ટની શરૂૂઆતમાં, CBI એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ₹2,000 કરોડથી વધુના ભંડોળના કથિત છેતરપિંડીના કેસના સંદર્ભમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (છઈજ્ઞળ) અને પ્રમોટર અનિલ અંબાણી સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા.