‘આપ’ના નેતા સૌરભ ભારદ્વાજ સહિત 13 સ્થળે ઇડીના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને ભૂતપૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘરે દરોડા પાડ્યા છે. દિલ્હીમાં કથિત હોસ્પિટલ કૌભાંડમાં આરોપોને કારણે આ દરોડા પાડવામાં આવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને ભૂતપૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના ઘરે દરોડા પાડ્યા છે. દિલ્હીમાં કથિત હોસ્પિટલ કૌભાંડમાં આરોપોને કારણે આ દરોડા પાડવામાં આવ્યા છે. ED એ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સહિત ઘણા AAP નેતાઓ પર વિવિધ કેસોમાં સકંજો કડક કર્યો છે. આ પહેલી વાર છે જ્યારે કેન્દ્રીય તપાસ એજન્સી સૌરભ ભારદ્વાજ સુધી પહોંચી છે.
દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ AAP સરકાર દરમિયાન આરોગ્ય માળખાગત પ્રોજેક્ટ્સમાં કથિત કૌભાંડો અંગે ભૂતપૂર્વ મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો હતો. ઇડી આ કેસમાં કથિત મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં, 13 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇડીની એક ટીમ સવારે સૌરભ ભારદ્વાજના ઘરે પહોંચી હતી. કડક સુરક્ષા વચ્ચે, ટીમે તેમના ઘરે દસ્તાવેજોની તપાસ શરૂૂ કરી.