રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેજરીવાલ સામે ઇડીએ હાઇકોર્ટમાં પૂરાવા રજૂ કર્યા

03:47 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

દિલ્હીની શરાબ નીતિ કેસમાં ઇડી ધરપકડ ન કરે એ માટે નવી અરજી સામે દિલ્હી હાઇકોર્ટમાં ગયેલા મુખ્યમંત્રી અરવિંદ કેેજરીવાલ સામે તપાસનીસ એજન્સીએ પુરાવા રજુ કર્યા છે. જે ન્યાયાધીશો પોતાની ચેમ્બરમાં તપાસી રહ્યા છે. અગાઉ, હાઇકોર્ટે સવારની સુનાવણી દરમિયાન ઇડી પાસે કેજરીવાલની ધરપકડ નહીં કરવા બાંહેધરી આપવા અથવા તેમની સામે પુરાવા હોય તો બપોરે રજુ કરવા જણાવ્યું હતું.

Advertisement

સુનાવણી દરમિયાન સીએમ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કેજરીવાલ પૂછપરછ માટે ઊઉ સમક્ષ આવશે, પરંતુ ઇડીએ કોર્ટમાં કહેવું જોઈએ કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.સુનાવણી દરમિયાન, કેજરીવાલ વતી કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ઊઉ તેમની અરજી પર જવાબ દાખલ ન કરે ત્યાં સુધી કોઈ કડક પગલાં લેવામાં ન આવે. આ દરમિયાન એએસજી રાજુએ કહ્યું કે આ કેસોને ઉદાહરણ તરીકે કેવી રીતે ગણી શકાય?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે 9મી વખત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા હતા. પૂછપરછ કરતા પહેલા, તેણે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને માંગ કરી કે કોઈ દંડાત્મક પગલાં લેવામાં ન આવે. બુધવારે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે તારીખ 22 એપ્રિલ નક્કી કરી છે. અગાઉ મોકલવામાં આવેલા સમન્સ પર હાજર ન થવાના કેસમાં શનિવારે જ તેને દિલ્હીની કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

Tags :
AAP Arvind KejriwalEDindiaindia newsSupreme Court
Advertisement
Next Article
Advertisement