EDએ તેલંગાણાના પૂર્વ સીએમ KCRની પુત્રીની કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
ED અધિકારીઓએ તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાને કસ્ટડીમાં લીધી છે. કવિતાને ધરપકડની નોટિસ આપવામાં આવી હતી. EDના અધિકારીઓ શુક્રવારે હૈદરાબાદમાં કવિતાના ઘરે પહોંચ્યા અને કવિતાને સર્ચ વોરંટ અને ધરપકડ વોરંટ આપ્યું. કલાકો સુધી કવિતાના ઘરની તલાશી લેવામાં આવી હતી. બાદમાં EDના અધિકારીઓએ કવિતાને કસ્ટડીમાં લીધી હતી. એક્સાઈઝ કૌભાંડની તપાસ માટે ED ઓફિસર કવિતાને દિલ્હી લઈ ગયા છે.
દિલ્હી દારૂ કાંડમાં એક વર્ષના અંતરાલ પછી ફેબ્રુઆરી મહિનામાં સીબીઆઈએ એમએલસી કવિતાને નોટિસ પાઠવી હતી. ડિસેમ્બર 2022 માં, સીબીઆઈએ કવિતાનું નિવેદન તેના નિવાસસ્થાન પરથી લીધું અને તેને 26 ફેબ્રુઆરીએ દિલ્હી આવવા અને તેમની સમક્ષ પૂછપરછ કરવા માટે નોટિસ જારી કરી. સીબીઆઈએ આ કેસમાં કવિતાને પણ આરોપી બનાવતા 41-A હેઠળ નોટિસ જારી કરી હતી. દારૂ કેસનો મુખ્ય આરોપી સરકારી સાક્ષી બની જતા જ. સીબીઆઈએ કવિતાને તેમના નિવેદનના આધારે નોટિસ પાઠવી હતી. EDએ આ કેસમાં કવિતાની પણ પૂછપરછ કરી છે.