For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી-હરિયાણા-ઓડિશા-સિક્કિમથી બાંગ્લાદેશ સુધી ભૂકંપ

11:02 AM Feb 17, 2025 IST | Bhumika
દિલ્હી હરિયાણા ઓડિશા સિક્કિમથી બાંગ્લાદેશ સુધી ભૂકંપ

પાટનગરના ધૌલા કુઆમાં માત્ર પાંચ કિ.મી.ની ઊંડાઇએ ઉદ્ગમસ્થાન હોવાથી ભારે ગડગડાટી સંભળાઇ: મોદીએ લોકોને સાવધ રહેવા અપીલ કરી

Advertisement

દિલ્હી-એનસીઆરમાં આજે સવારે તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા. ગાઢ નિંદ્રામાં સૂતા લોકોને પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. દિલ્હી-એનસીઆર પછી બિહાર, હરિયાણા, સિક્કિમ ઓડિશા અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. દિલ્હી-એનસીઆરમાં ઘણી સેક્ધડો માટે ધરતી ધ્રુજવા લાગી.

એપાર્ટમેન્ટ પણ પાંદડાની જેમ ઝૂલતા જોવા મળ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે 5:36 વાગ્યે દિલ્હીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉના ભૂકંપોથી વિપરીત, આ ભૂકંપ દિલ્હીમાં જ આવ્યો હતો અને તેનું ઉદ્ભવસ્થાન પૃથ્વીની સપાટીથી માત્ર 5 કિમી નીચે હતું. ઘણા સમય પછી, દિલ્હી-એનસીઆરમાં લોકોએ આટલો જોરદાર ભૂકંપ અનુભવ્યો. તેનું કેન્દ્ર દિલ્હી હતું.

Advertisement

આજે સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકાના લગભગ અઢી કલાક પછી, બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સિવાન જિલ્લો તેનું કેન્દ્ર હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સિવાન હતું. અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, ક્યાંયથી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. પરિસ્થિતિ સામાન્ય છે.

ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર ટ્વિટ કર્યું. તેમણે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી. તેમણે એમ પણ કહ્યું કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર ધૌલા કુઆનમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન પાસે હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દર બે થી ત્રણ વર્ષે આ વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાય છે. અગાઉ 2015માં અહીં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપની સાથે એક મોટો અવાજ પણ સંભળાયો, જેનાથી ઘણા લોકો ડરી ગયા. દિલ્હી પોલીસે પડથ પર પોસ્ટ કરીને લખ્યું, દિલ્હી, અમને આશા છે કે તમે બધા સુરક્ષિત હશો.

કયાં કેટલી તીવ્રતા
દિલ્હી-એનસીઆર- 4ની તીવ્રતા
સિક્કિમ- 2.3ની તીવ્રતા
ઓડિશામાં પુરી- 4.7ની તીવ્રતા
બિહારનું સિવાન- 4ની તીવ્રતા
હરિયાણા- 4ની તીવ્રતા
બાંગ્લાદેશ- 3.5ની તીવ્રતા

Advertisement
Tags :
Advertisement
Advertisement