For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જ્ઞાનેશકુમાર, સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનર: કોંગ્રેસ નેતા ચૌધરીનો દાવો

04:22 PM Mar 14, 2024 IST | Bhumika
જ્ઞાનેશકુમાર  સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનર  કોંગ્રેસ નેતા ચૌધરીનો દાવો
  • પોતે આ પસંદગી પ્રક્રિયા સાથે સંમત ન હોવાનું જણાવતા અધીર રંજન

દેશના બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાયદા મંત્રી અર્જુન મેઘવાલ સાથેની બેઠક બાદ અધીર રંજને કહ્યું, નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશકુમાર અને સુખબીર સંધુના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે.અધીર રંજન દાવો કરે છે કે જ્ઞાનેશ કુમાર કેરળના છે, જ્યારે બીજા સુખબીર સંધુ પંજાબનો છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ આ પસંદગી પ્રક્રિયાને સમર્થન આપતા નથી. કોઈપણ રીતે, સરકાર પાસે સમિતિમાં બહુમતી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમને એક રાત પહેલા જ 212 નામોની યાદી મળી હતી. આટલા ઓછા સમયમાં 212 નામોની તપાસ અને સમીક્ષા કરવી શક્ય નથી. બેઠકમાં સરકાર દ્વારા 212માંથી 6 નામ આપવામાં આવ્યા હતા.

Advertisement

અહેવાલ મુજબ જ્ઞાનેશ કુમાર થોડા દિવસો પહેલા જ સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા છે. જ્ઞાનેશે અહીં મંત્રાલયની રચનાના સમયથી અત્યાર સુધી કામ કર્યું છે. સહકાર મંત્રાલય ગૃહમંત્રી અમિત શાહ હેઠળ આવે છે.અગાઉ જ્ઞાનેશ કુમાર ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ હતા, તેમના સમયમાં જ કલમ 370 હટાવવામાં આવી હતી.જ્ઞાનેશ કુમારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગૃહ મંત્રાલય સાથે કામ કરતી વખતે, તેમણે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલની તૈયારીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. જ્ઞાનેશને પણ બઢતી મળી અને ગૃહ મંત્રાલયમાં અધિક સચિવ બન્યા. તેઓ કેરળ કેડરના 1988 બેચના ઈંઅજ અધિકારી છે.

ભૂતપૂર્વ આઇએએસ અધિકારી સુખબીર સંધુને જુલાઈ 2021 માં ઓમ પ્રકાશની જગ્યાએ ઉત્તરાખંડના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તા. સંધુ, 1988 બેચના ઈંઅજ અધિકારી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગઇંઅઈં) ના અધ્યક્ષ તરીકે કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર હતા. કેન્દ્ર સરકારે તેમની એક વર્ષ માટે લોકાયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement