દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા: અનિલ અંબાણીએ 3 બેંકનું દેવુ ચૂકવી દીધું
- રિલાયન્સ પાવર બાદ રિલાયન્સ ઇન્ફ્રા.પણ 2100 કરોડનું દેવું ચૂકવવાના પ્રયાસમાં
જંગી દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના દિવસો હવે ફરી વળ્યા છે. તેમની કંપનીઓ ઝડપથી તેમની લોન ચૂકવી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરે ગયા અઠવાડિયે ત્રણ બેંકો ICICIબેંક, એક્સિસ બેંક અને ડીબીએસ બેંકના લેણાંની પતાવટ કરી હતી. તેવી જ રીતે તેની પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ જેસી ફ્લાવર્સ એસેટ રિક્ધસ્ટ્રક્શન કંપનીના રૂૂ. 2,100 કરોડના લેણાંને ક્લિયર કરવા માટે કામ કરી રહી છે. એક કોમર્શિયલ બેંકના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે રિલાયન્સ પાવરનું લક્ષ્ય આ નાણાકીય વર્ષના અંત સુધીમાં દેવું મુક્ત કંપની બનવાનું છે. તેના ચોપડા પરનું એકમાત્ર દેવું ઈંઉઇઈં બેંક તરફથી વર્કિંગ કેપિટલ લોન હશે. ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને ઉઇજ બેન્કે સામૂહિક રીતે રિલાયન્સ પાવરને આશરે રૂૂ. 400 કરોડનું દેવું હતું અને તેમની મૂળ લોનના લગભગ 30-35% વસૂલ કર્યા છે.
7 જાન્યુઆરીએ એક્સચેન્જોને જારી કરાયેલી નોટિસ અનુસાર, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જેસી ફ્લાવર્સ એઆરસીએ સ્ટેન્ડસ્ટિલ કરાર કર્યો હતો.
શરૂૂઆતમાં આ કરાર 20 માર્ચ 2024 સુધીનો હતો. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તે તાજેતરમાં 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવ્યું હતું. કરાર અનુસાર, ઉંઈ ફ્લાવર્સ અછઈ 31 માર્ચ સુધી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે કોઈ કાનૂની કાર્યવાહી કરશે નહીં. તેનાથી કંપનીને ફંડની વ્યવસ્થા કરવા માટે સમય મળશે.