For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંદીના ભણકારા, IT કંપનીઓમાંથી 1.36 લાખની નોકરી છીનવાઇ

11:27 AM Sep 06, 2024 IST | admin
મંદીના ભણકારા  it કંપનીઓમાંથી 1 36 લાખની નોકરી છીનવાઇ

વિશ્ર્વભરની 422 IT કંપનીઓમાં છટણીનો દોર, નાના સ્ટાર્ટઅપનો પણ સમાવેશ

Advertisement

મંદીની આશંકા વચ્ચે નોકરીઓ ફરી એકવાર જોખમમાં છે. ખર્ચ ઘટાડવા માટે વિશ્વભરની 422 આઇટી કંપનીઓએ આ વર્ષે અત્યાર સુધીમાં 1.36 લાખ લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ ઈંઇખ, ઈંક્ષયિંહ અને ઈશતભજ્ઞ જુતયિંળત જેવી 40 IT કંપનીઓએ 27,000થી વધુ લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે. છટણીમાં નાના સ્ટાર્ટઅપનો પણ સમાવેશ થાય છે.

માહિતી અનુસાર, અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહેલી ઇન્ટેલે ઓગસ્ટમાં મહત્તમ 15,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. કંપનીઓ તરફથી કરવામાં આવતી છટણી 10 બિલિયન ડોલરના ખર્ચમાં કાપની યોજનાનો એક ભાગ છે. 2020 અને 2023 વચ્ચે કંપનીની વાર્ષિક આવકમાં 24 બિલિયન ડોલરનો ઘટાડો થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન કર્મચારીઓની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો હતો.

Advertisement

સિસ્કો સિસ્ટમ્સે પણ તેના કુલ કર્મચારીઓના 6,000 અથવા સાત ટકા કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આ વર્ષે કંપનીની આ બીજી મોટી છટણી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (ID) અને સાયબર સિક્યુરિટી સાથે ટેકનોલોજીનો લાભ લેવા માટે તેનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે. સિસ્કો અઈં સ્ટાર્ટઅપમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે.

IBM એ કહ્યું કે તે ચીનમાં તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાંથી 1,000 લોકોને છૂટા કરશે. ITહાર્ડવેરની માંગમાં ઘટાડો અને ચીની માર્કેટમાં વિસ્તરણમાં પડતી મુશ્કેલીઓને પગલે કંપનીએ આ નિર્ણય લીધો છે. જર્મન ચિપ નિર્માતા ઇન્ફિનિયોન 1,400ની છટણી કરશે.

આ કર્મચારીઓને એવા દેશોમાં મોકલવામાં આવશે જ્યાં ખર્ચ ઓછો છે. ગો પ્રો 140 લોકોને છૂટા કરશે. આાહયએ પણ 100 છટણી કરી છે. ડેલ ટેક્નોલોજિસે 12,500ની છટણી કરી હોવાની અફવા છે. રેશામંડીએ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. શેરચેટે પણ 30-40 લોકોને છૂટા કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement