For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નશામાં ચકચૂર કારચાલકે 15 લોકોને કચડી નાખ્યા, 1નું મોત

12:07 PM Mar 14, 2024 IST | Bhumika
નશામાં ચકચૂર કારચાલકે 15 લોકોને કચડી નાખ્યા  1નું મોત
  • દિલ્હીના બનાવમાં ઇજાગ્રસ્ત પૈકી સાતની હાલત ગંભીર

પૂર્વ દિલ્હીના ગાઝીપુરમાં ગત રોજ એક ટેક્સી અચાનક યમદૂત બની ગઈ. આ ટેક્સીએ થોડી જ વારમાં 15 લોકોને કચડી નાખ્યા હતા. 15માંથી એકનું મોત થયું છે તો સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે બાકીના લોકોને ઘણી ઈજાઓ થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સ્થળ પર હાજર લોકોએ ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા હતા. નશામાં ધૂત ટેક્સી ડ્રાઈવરને પકડીને લોકોએ પહેલા ઢોર માર માર્યો અને પછી પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટના ગાઝીપુરના બુધ બજારમાં બની હતી. ઘટના સમયે બુધબજારમાં ઘણી ભીડ હતી.

Advertisement

ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર બુધવારે મોડી સાંજે આ ઘટના બની હતી. તે સમયે ગાઝીપુરના બુધ બજારમાં લોકોની ભારે ભીડ હતી. આ દરમિયાન એક નશામાં ધૂત કાર ચાલકે ઝડપથી કાર હંકારી બુધ બજારમાં પ્રવેશ કર્યો હતો. લોકો કંઈ સમજે તે પહેલા કાર ચાલકે 15થી વધુ લોકોને કચડી નાખ્યા હતા. લોકોએ તરત જ વાહનને ઘેરી લીધું હતું અને ડ્રાઈવરને પકડી લીધો હતો અને તેને માર માર્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત પૈકી સાતની હાલત ગંભીર છે. આ ઘટના બાદ લોકોએ આરોપીની કારને રોકી હતી અને ભારે તોડફોડ કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement