નાગપુરમાં નશામાં ચૂર આર્મી જવાને કારથી 30 લોકોને ટક્કર મારી; લોકોએ લમધાર્યો
મહારાષ્ટ્રના નાગપુરમાં, નશામાં ધૂત એક આર્મી ઓફિસરે પોતાની કાર લગભગ 25થી 30 લોકોને ટક્કર મારી હતી. બાદમાં તેની કાર કાબૂ બહાર નીકળી ગઈ અને નાળામાં પલટી ગઈ હતી. સ્થાનિક લોકોએ તેને બહાર કાઢીને ખૂબ માર માર્યો અને બાદમાં તેને પોલીસને સોંપી દીધો હતો.આ બાબતે માહિતી આપતા, સ્થાનિક પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ હર્ષપાલ મહાદેવ વાઘમારે તરીકે થઈ છે, ઉંમર 40 વર્ષ. તે આસામમાં ભારતીય સેનામાં કામ કરે છે. આ ઘટના બની ત્યારે તે ચાર દિવસ માટે મહારાષ્ટ્રમાં વેકેશન પર આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વાઘમારે કથિત રીતે નશામાં હતો અને રાત્રે લગભગ 8:30 વાગ્યે નાગરધનથી દુર્ગા ચોક થઈને હમલાપુરી જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન, બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે, તેણે કાર પરથી કાબુ ગુમાવ્યો. આ પછી, કાર ત્યાં ફરતા લોકોને ટક્કર મારી અને નાળામાં પલટી ગઈ.
કાર પલટી ગયા પછી, સ્થાનિક લોકોએ પહેલા વાઘમારેને તેનો જીવ બચાવવા માટે કારમાંથી બહાર કાઢ્યો.
જ્યારે તે બહાર આવ્યો, ત્યારે લોકોએ તેને ખૂબ માર માર્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોહીથી લથપથ વાઘમારે ભીડથી બચવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.
હાલમાં, વાઘમારે રામટેક પોલીસની કસ્ટડીમાં છે. અધિકારીઓએ તેની વિરુદ્ધ ઋઈંછ નોંધી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યો છે, જ્યાંથી તેને જેલ મોકલવામાં આવશે.